સુરક્ષામાં ચૂક/ હવે ઉત્તરાખંડના પૂર્વ CM ની સુરક્ષામાં થઈ ચૂક, મંચ પર ચાકુ લઈને પહોંચ્યો વ્યક્તિ

દિલીપ સિંહ કુંવરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે છરી લહેરાવવાના આરોપમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Top Stories India
ઉત્તરાખંડના

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. ઉધમ સિંહ નગરના કાશીપુરમાં ગુરુવારે એક વ્યક્તિ ચાકુ લઈને રાવતના મંચ પર પહોંચ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર કાર્યકરો અને આગેવાનોમાં ગભરાટ ફેલાયો હતો. ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) દિલીપ સિંહ કુંવરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે છરી લહેરાવવાના આરોપમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ ઝડપથી માણસને પકડી લીધો અને તેની પાસેથી છરી છીનવી લીધી. જે બાદ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :થૂંકીને વાળ કાપવા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને પડ્યું ભારે, યુપી પોલીસ નોંધી FIR

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) દિલીપ સિંહ કુંવરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે છરી લહેરાવવાના આરોપમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ સીએમ હરીશ રાવત પણ હાજર રહ્યા હતા. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. આ પહેલા પૂર્વ કેબિનેટ મંત્રી યશપાલ આર્યએ કહ્યું હતું કે 700થી વધુ ખેડૂતોના મોત માટે ભાજપને હજુ પણ શરમ નથી આવતી, જ્યાં ખેડૂતો અને ગરીબ વર્ગના લોકો ખૂબ જ પરેશાન છે.

આ પણ વાંચો :ભાજપના રાષ્ટ્રીય મંત્રી અરવિંદ મેનન કોરોના સંક્રમિત છતાં પણ ફ્લાઈટથી દિલ્હી ગયા

દરમિયાન, હલ્દુચોર (નૈનીતાલ) માં આયોજિત એક બેઠકમાં, પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી એક અઠવાડિયાની અંદર તમામ સરકારી વિભાગોમાં ભરતી શરૂ કરવામાં આવશે. માતૃશક્તિને સ્વ-સહાય જૂથ સાથે જોડીને તેમને ઘરે બેઠા આત્મનિર્ભર બનાવવામાં આવશે. મોતાહાલડુના ભવાન સિંહ નવાદ ગામમાં યોજાયેલી કોંગ્રેસની જાહેરસભામાં હરીશ રાવતે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકારે પાંચ વર્ષમાં એક પણ કામ કર્યું નથી. હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રી આશ્વાસનોની પેટી ખોલીને ફરે છે. કોંગ્રેસના શાસનમાં બનેલા સ્ટેડિયમના ઘાસને સૂકવવા સિવાય અન્ય કોઈ કામ થઈ શક્યું નથી. સરકારે સ્વરોજગારની તકો સમાપ્ત કરી દીધી છે.

આ પણ વાંચો :ભૂકંપથી ધ્રુજી રામ નગરી અયોધ્યા, અનુભવાયા 4.3 તીવ્રતાનો આંચકા

આ પણ વાંચો :વારાણસીના ગંગા ઘાટ અને ધાર્મિક સ્થળો પર ‘બિન-હિંદુ પ્રતિબંધિત’ પોસ્ટર લગાવવામાં આવ્યા

આ પણ વાંચો : NEET PG મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ,જાણો વિગત