Not Set/ વિકાસ દુબેની ધરપકડ કેવી રીતે થઇ તે વિશે હાલમાં કહેવુ યોગ્ય નથી : મધ્ય પ્રદેશ ગૃહમંત્રી

છેલ્લા ઘણા દિવસોથી કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની શોધખોળમાં પોલીસે જે રીતે પોતાનો જીવ રોળી દીધો તે અંતે આજે મધ્ય પ્રદેશમાં ઝડપાયો છે. જી હા આખરે આઠ પોલીસકર્મીઓની નિર્મમ હત્યાનો આરોપી પોલીસ હથ્થે ચઢી ગયો છે. કાનપુર શૂટઆઉટનો માસ્ટર માઇન્ડ વિકાસ દુબેની મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે,  વિકાસ દુબેએ પોતે […]

India
54f41e7855a72379255059c8721c574d 1 વિકાસ દુબેની ધરપકડ કેવી રીતે થઇ તે વિશે હાલમાં કહેવુ યોગ્ય નથી : મધ્ય પ્રદેશ ગૃહમંત્રી

છેલ્લા ઘણા દિવસોથી કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની શોધખોળમાં પોલીસે જે રીતે પોતાનો જીવ રોળી દીધો તે અંતે આજે મધ્ય પ્રદેશમાં ઝડપાયો છે. જી હા આખરે આઠ પોલીસકર્મીઓની નિર્મમ હત્યાનો આરોપી પોલીસ હથ્થે ચઢી ગયો છે.

કાનપુર શૂટઆઉટનો માસ્ટર માઇન્ડ વિકાસ દુબેની મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે,  વિકાસ દુબેએ પોતે જ ફોન કરીને સ્થાનિક મીડિયા અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ અંગે મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા કહે છે કે હાલ વિકાસ દુબે મધ્યપ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. ધરપકડ કેવી રીતે થઈ? તે વિશે કંઇ પણ કહેવું યોગ્ય નથી.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, મહાકાલ મંદિરની અંદર અથવા બહારથી ધરપકડ કરવા વિશે કહેવું પણ યોગ્ય નથી. તેણે શરૂઆતથી જ ક્રૂરતાની મર્યાદા ઓળંગી હતી. અમે ઘટના અંગે પોલીસને એલર્ટ પર રાખી હતી. મધ્યપ્રદેશ પોલીસનાં સૈનિકોની એકતાનાં કારણે આજે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી છે.