અમદાવાદ/ મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલી યુવતી નીકળી લૂંટેરી દુલ્હન

કુલદીપ પટેલની અગ્નિપરીક્ષા જૂનમાં શરૂ થઈ હતી જ્યારે તે અદિતિને મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યો હતો, જેણે બ્રિટનમાં આયાત અને નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો હતો.

Ahmedabad Gujarat Trending

Ahmedabad News: અમદાવાદનો સોફ્ટવેર એન્જિનિયર ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો શિકાર બન્યો છે. તેને 1 કરોડથી વધુનું નુકસાન થયું છે.  કુલદીપ પટેલ નામના સોફ્ટવેર એન્જિનિયરે 9 સપ્ટેમ્બર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે જૂન મહિનામાં મેટ્રિમોનિયલ સાઈટ પર અદિતિ નામની એક મહિલા સાથે પરિચય થયા બાદ સ્કેમનો ભોગ બન્યો હતો.

અમદાવાદના કુલદીપ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ, તેઓ અદિતિ નામની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યો હતો. અદિતિ નામની યુવતીએ તેને કહ્યુ કે તે યુકેમાં ઈમ્પોર્ટ એક્સપર્ટનો વ્યવસાય કરે છે. જેમાં સારો નફો મળી રહે છે. અદિતિના સંપર્કમાં આવ્યા બાદ કુલદીપે તેના પર વિશ્વાસ રાખીને બાનોકોઈનમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અદિતિએ તેને કસ્ટમર કેરમાં વાત કરાવી હતી. જેના બાદ તેણે કુલદીપનું વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પણ કરાવ્યુ હતું.

કુલદીપ પટેલે પહેલા એક લાખનું રોકાણ કર્યું હતું, તેના ક્રિપ્ટો એકાઉન્ટમાં 78 યુએસડીટી (US dollar tether)નો નફો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમણે વધુ રકમનું રોકાણ શરૂ કર્યું અને કુલ મળીને 18 ટ્રાન્ઝેક્શનમાં 1.34 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તમામ ટ્રાન્ઝેકશન 20 જુલાઈથી 31 ઓગસ્ટની વચ્ચે કર્યા હતા. 3 સપ્ટેમ્બરના રોજ તેના એકાઉન્ટમાંથી 2.59 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે.

ત્યારબાદ પટેલે કસ્ટમર કેર પ્રતિનિધિનો સંપર્ક કર્યો જેની સાથે તેમણે અગાઉ વાત કરી હતી. એકાઉન્ટ ડી-ફ્રીઝ કરવા માટે વધારાના 35 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે પટેલે અદિતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારે તેને સમજાયું હતું કે કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

આ પણ વાંચો:માત્ર 5 ચોપડી જ ભણેલા વ્યકિતએ કર્યું એટલું મોટું કૌભાંડ કે તે જાણીને પોલીસ પણ…

આ પણ વાંચો:એક દંપતિ પાસેથી બળજરીપૂર્વક રૂ.ની વસૂલી મામલે હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું, રક્ષક જ ભક્ષક….

આ પણ વાંચો:ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી