દાહોદ,
દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે.બાબુ કટારાએ ચૂંટણી પંચ સમક્ષ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નહીં કરતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. 11 એપ્રિલ હિસાબો રજૂ કરવાની છેલ્લી તારીખ હતી. બાબુ કટારાની સાથે સાથે નેશનલ જનતા દળના ઉમેદવારને પણ ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે દાહોદ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત સાત ઉમેદવારો મેદાનમાં છે જે પૈકી બે ઉમેદવારોએ સમયસર રજૂ નહી કરતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
