Gujarat/ કોરોનાનાં હતભાગીઓનાં આત્માની શાંતિ માટે આ પરિવારે કરી 160 કિમીની પદયાત્રા

વિશ્વ વ્યાપી કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લીધા છે અને કાળમુખા કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના વ્હાલસોયાં સ્વજન ગુમાવ્યા છે.

Gujarat Others

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – હળવદ

વિશ્વ વ્યાપી કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લીધા છે, અને કાળમુખા કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના વ્હાલસોયાં સ્વજન ગુમાવ્યા છે. ત્યારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા દરેક હતભાગીઓનાં આત્માને શાંતિ મળે તે માટે હળવદ-ધ્રાંગધ્રાનાં દોરાલા (ભરવાડ) પરિવારનાં મોટી સંખ્યામાં લોકોએ હળવદ, ધ્રાંગધ્રાથી આણંદ જિલ્લાનાં તારાપુર તાલુકાનાં કાનાવાડા ગામ સુધીની અંદાજે ૧૬૦ કિ.મી.ની પદયાત્રા કરી હતી. પરિવારનાં સભ્યોએ પગપાળા યાત્રા કરીને કાનાવાડા ગામે આવેલ કાનાવાળા હનુમાનજી મંદિરે પહોંચીને કોરોના હતભાગીઓનાં આત્માની શાંતિ માટે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી ધજા ચડાવી હતી.

Election / અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

ધ્રાંગધ્રાનાં દોરાલા (ભરવાડ) પરિવારનાં સભ્યો દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દિવગંતોનાં આંત્માની શાંતિ માટે હળવદ, ધ્રાંગધ્રાથી આણંદ જિલ્લાનાં તારાપુર તાલુકાનાં કાનાવાડા ગામે આવેલા હનુમાનજીનાં મંદિર સુધીની અંદાજે ૧૬૦ કિમીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદથી અને ધ્રાંગધ્રાથી આણંદ જિલ્લાનાં તારાપુર તાલુકાનાં કાનાવાડા ગામે આવેલા દોરાલા પરિવારનાં શ્રી કાનાવાળા હનુમાનજીનાં મંદિર સુધીની પગપાળા યાત્રા ગત તા.15 ફ્રેબ્રુઆરીના રોજ હળવદ, ધ્રાંગધ્રાથી રવાના થઈ હતી. આ પગપાળા યાત્રામાં હળવદ, રાણેકપર અને ધ્રાંગધ્રાના દોરાલા(ભરવાડ) પરિવારના ૧૩૦ જેટલા સ્ત્રી અને પુરુષો જોડાયા હતા.જ્યારે આ યાત્રા ધ્રાંગધ્રાથી નીકળી હોવાથી હળવદ, રાણેકપરના પરિવારના સભ્યો પોતાના ગામેથી ચાલીને ધ્રાંગધ્રા પહોંચ્યા હતા અને ત્યાંથી યાત્રામાં જોડાયા હતા અને આ પરિવારના તમામ સભ્યોએ અનેક કષ્ટો વેઠી લાંબી મજલની પગપાળા યાત્રા કરીને કાનાવાડા ગામે શ્રી હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા.જ્યાં હનુમાનજી દાદાને ધજા ચડાવીને કોરોનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Election / રાજકોટમાં વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું, મતદારોમાં ભારે રોષ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ