Land scam/ વિરમગામ નળકાંઠા જમીન કૌભાંડ મામલે ઝેઝરા ગામ ખાતે ખેડૂતની બેઠક યોજાઇ

વિરમગામ નળકાંઠા ગામોની ખેડુતોની વડીલોપાર્જિત જમીનો હક ધરાવતા ગામના સરપંચ તલાટી અને લુહાણા મગનભાઇ જગજીવનદાસ અને તેમના વારસદારોએ જમીનના બોગસ દસ્તાવેજ કરી જમીન કૌભાંડ આચર્યુ.

Top Stories Ahmedabad Gujarat

નવીન મહેતા – પ્રતિનિધિ, ડુમાણા

વિરમગામ નળકાંઠાના ઝેઝરા, સુરજગઢ, નભોઇ ગામના 20થી વઘુ ખેડુતોની 350થી વઘુ વીધા જમીન બોગસ દસ્તાવેજ થતા યોગ્ય તપાસ માંગ કરાઇ છે. વિરમગામ નળકાંઠા ગ્રામ્ય ખેડુતોએ મામલતદાર અને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

વિરમગામ નળકાંઠા ગામોની ખેડુતોની વડીલોપાર્જિત જમીનો હક ધરાવતા ગામના સરપંચ તલાટી અને લુહાણા મગનભાઇ જગજીવનદાસ અને તેમના વારસદારોએ મીલીભગતથી જમીનના બોગસ દસ્તાવેજ કરી જમીન કૌભાંડ આચર્યુ. વિરમગામ નળકાંઠાના ઝેઝરા, સુરજગઢ, નભોઇ ગામની સીમ સર્વે નં-364, 92/પી, 94 ,1062, 529, 1005 ,82 , 1155 , 534 ,130, 99/1 , 92 અને 1064 વર્ષોથી હક ધરાવતા ખેડુતોની જમીન પચાવી પાડતા કૌભાંડ સામે આવ્યું.

ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિરમગામ તાલુકાના જેજરા સુરજગઢ ડભોઇના ગામની જમીનોના ખેડૂતો તરીકે છેલ્લા ઘણા વર્ષોથી હક છે તેમજ સીટી સર્વે નંબર 364 92 94 162 529 1,00582 1155 534 130 સહિતની જમીનો વડીલો પારચી જમીનો છે અને 1951 52 થી લઈને 2023 24 સુધી સળંગ અને સતત કબજો ધરાવતા ખેડૂતોની જમીન હક છે અને જેજરા ગામના સરપંચ તલાટી અને ઠક્કર મગનભાઈ જગજીવનભાઈ તેમજ તેમના વારસદારો દ્વારા મિલીભગતથી જમીનના બોગસ દસ્તાવેજ ઊભા કરીને 20 જેટલા ખેડૂતોને આશરે સાડા ત્રણસો વીઘા જમીનથી મોટું જમીન કૌભાંડ આચરેલ છે અને સમગ્ર મામલે યોગ્ય અધિકારી દ્વારા સ્થળ તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા ખેડૂતોએ માંગ સાથે રજૂઆત અને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે વિરમગામ તાલુકાના ઝેઝરા ગામ ખાતે કોળી સમાજના આગેવાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા ની ઉપસ્થિતિમાં ખેડૂતોની વિશાળ બેઠક યોજાઇ હતી જેમાં જમીન કૌભાંડમાં ભોગ બનેલા ખેડૂતોએ રજૂઆત કરી હતી આગામી દિવસોમા કાયદાકીય રીતે લડત આપવામા આવશે જણાવ્યુ હતું.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :