Bharuch Police/ ભરૂચ પોલીસે ફિલ્મીઢબે ડીઝલ ચોર ગેંગને ઝડપી પાડી!

દાગીના તથા કિંમતી વસ્તુની ચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે, પ્રરંતુ હવે ડીઝલ ચોરોનો તરખાટ વધી રહ્યો છે. ત્યારે વડોદરાથી ભરૂચ તરફ જતા રોડ

Gujarat Others
ડીઝલ

દાગીના તથા કિંમતી વસ્તુની ચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે, પ્રરંતુ હવે ડીઝલ ચોરોનો તરખાટ વધી રહ્યો છે. ત્યારે વડોદરાથી ભરૂચ તરફ જતા રોડ પર ડીઝલ ચોરીની ઘટના સામે આવી છે. ડીઝલ ચોરોએ રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકને નિશાન બનાવ્યો હતો. નંબર પ્લેટ વગરની સફેદ રંગની કારમાં આવેલા ચાર લોકો ડીઝલ ટેન્કનું તાળુ તોડી આશરે 100 લીટરથી વધુ ડીઝલ પાઈપ વડે નીકાળીને ફરાર થઇ ગયા હતા. જોકે, પોલીસે આરોપીઓનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધા હતા.

મળતી માહિતી અનુસાર, પોલીસે બાતમીને આધારે વડોદરાથી ભરૂચ તરફ જવાના રસ્તે આવેલ કવીઠા ચોકડી પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન નબીપુર બ્રિજ તરફથી એક નંબર પ્લેટ વગરની સફેદ રંગની બલેનો કાર ભરૂચ તરફ આવતા, પીઆઈ તથા સાથેનાં પોલીસકર્મીએ બેરીકેટ મુકી ટ્રાફિક જામ કરાવવા પ્રયત્ન કરતા આ નંબર પ્લેટ વગરની સફેદ રંગની બલેનો કાર પુરઝડપે રોડથી ઉતરી રસ્તાની બાજુમાં આવેલ કાચા રસ્તે ભરૂચ તરફ ભાગી હતી.

પોલીસે ખાનગી કારમાં બેસી ઉપરોક્ત બલેનો કારનો પીછો કરતા સદર કાર લુવારા પાટીયા પાસેનાં કટમાં ઉતાવળે યુ ટર્ન લેતા ડીવાઇડર સાથે અથડાતા કાર ત્યાંજ મુકી તેમાંથી ત્રણ લોકો ભાગ્યા હતા. જેનો પીછો કરી મહિપતસિંહ ઉર્ફે બુમરો અને મુકેશ બળવંતસિંહ ઝડપી લીધા હતા.



આ પણ વાંચો:Gujarat High Court/અપીલ દાખલ કરવામાં સરકારી વિલંબની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ

આ પણ વાંચો:વંદેભારત ટ્રેન/વંદેભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર સ્ટેશન પર પથ્થરમારો,  રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા હાજર

આ પણ વાંચો:Surat/જી-7 દેશોએ રફ હિરા પર પ્રતિબંધ લગાવતા સુરતના હીરા ઉદ્યોગને થશે માઠી અસર

આ પણ વાંચો:Student Hospitalised/અમદાવાદની સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીને માર મારવામાં આવતા હોસ્પિટલમાં દાખલ