વંદેભારત ટ્રેન/ વંદેભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર સ્ટેશન પર પથ્થરમારો,  રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા હાજર

રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થરમારો થયેલ બનાવની રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. દેશ અત્યારે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે અસમાજિક તત્વો વિકાસમાં બાધારૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Top Stories Gujarat Breaking News
મૃત્યુદરમાં થશે ઘટાડો 35 વંદેભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર સ્ટેશન પર પથ્થરમારો,  રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા હાજર

રાજકોટમાં બિલેશ્વર સ્ટેશન પર વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરાયો. વંદેભારત ટ્રેન શરૂ થયા બાદથી પથ્થરમારો અને પશુ અથડાયાની ઘટના અવાર-નવાર સામે આવે છે. હાલમાં વંદેભારત ટ્રેન પર પથ્થરમારો થયાનો બનાવ સામે આવ્યો છે. વંદેભારત ટ્રેન પર ગઇકાલે રાતે અંદાજે 9.00 વાગ્યે પથ્થરમારો કરવામાં આવ્યાનો બનાવ બન્યો. અજાણ્યા શખ્સે ટ્રેન પર પથ્થર ફેંકી કાચને નુકસાન પંહોચાડ્યું. જ્યારે ટ્રેન પર પથ્થર મારો થયો ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યા હતા. આ મામલે રેલ્વે પોલીસે તપાસના આદેશ આપ્યા છે.

2 વંદેભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર સ્ટેશન પર પથ્થરમારો,  રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા હાજર

ગઈકાલે રાતે વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરાયાનો બનાવ બન્યો. દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવી વંદેભારતમાં મુસાફરી કરી રહ્યા હતા. હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ જવા માટે વંદેભારત ટ્રેનની મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પર અજાણ્યા શખ્સે ટ્રેન પર પથ્થર ફેંકતા નુકસાન થયું હતું. અગાઉ પણ વંદેભારત તેમજ તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અસમાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. સૌ પ્રથમ કેરળની વંદેભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયાની ઘટના મે મહિનામાં બની હતી. ત્યારબાદ વિશાખાપટ્ટનમ, પશ્ચિમબંગાળ, દાર્જિલિંગ, જલપાઈ ગુડી, દહેરાદૂન, જેવા અનેક સ્થાનો પર વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરાયાની ઘટના બની.

ગૃહરાજ્યમંત્રી અમદાવાદથી રાજકોટ જવા વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. જ્યારે પરત આવવા માટે એસટી બસની મુસાફરી કરી હતી. હર્ષ સંઘવીએ ટ્રેન મુસાફરી અને એસટી મુસાફરી દરમ્યાન લોકો સાથે વાતચીત કરી આનંદ માણ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થરમારો થયેલ બનાવની રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. દેશ અત્યારે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. સાથે તમામ સ્તરે કાયાપલટ થઈ રહી છે. રેલવેમાં મુસાફરોને વધુ સુવિધા અનેક હાઇસ્પીડ ટ્રેનો છેલ્લા એક વર્ષના ગાળામાં જ શરૂ કરવામાં આવી છે. તેમાં વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટ્રેનનો નુકસાન પંહોચાડવામાં આવે છે.

 


 

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :