અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે તે સિંગલ જજની બેન્ચના આદેશને ડિવિઝન બેન્ચ સમક્ષ પડકારવાની માર્ગદર્શિકાઓ અને સમયગાળો ઘડે. આ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે મુખ્ય સચિવ પાસેથી એક મહિનામાં રિપોર્ટ મંગાવવામાં આવે.
હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે અધિકારીઓના ઉદાસીન અભિગમને કારણે રાજ્યના હિતોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય સમયમર્યાદામાં અપીલ દાખલ કરવા માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે , કોઈપણ અપીલ એવી રીતે દાખલ કરવામાં ન આવે જેથી કોર્ટ સમક્ષ અપીલોની ભરમાર થાય અને જાહેર નાણાનો વ્યય આવી અપીલો પાછળ થાય.”
રાજ્ય સરકાર દ્વારા વિલંબિત ધોરણે દાખલ કરવામાં આવેલી જમીનની સ્થિતિના મુદ્દાને લગતી અપીલને ફગાવતી વખતે, ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, “રાજ્યના સત્તાવાળાઓ જે રીતે ઇન્ટ્રા-કોર્ટ અપીલ દાખલ કરે છે તે જોઈને અમે આશ્ચર્યચકિત છીએ.
અપીલ દાખલ કરવાની તેમની શૈલી પરથી એવું લાગે છે કે ઇન્ટ્રા-કોર્ટ અપીલનો નિર્ણય લેતા પહેલા કેસના ગુણદોષ પર સરકારી સલાહકારનો યોગ્ય અભિપ્રાય માંગવામાં આવતો નથી.”
ન્યાયાધીશોએ અપીલ દાખલ કરવામાં વહીવટી વિલંબ માટે સરકારની ઝાટકણી કાઢી હતી અને કાનૂની વિભાગના સચિવને કહ્યું હતું કે “આ પ્રકારની અરજીઓની પદ્ધતિ અને રીત સાથે કામ કરવા માટેની માર્ગદર્શિકા ઘડીને ઇન્ટ્રા-કોર્ટ અપીલ ફાઇલ કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા જણાવ્યું હતું. સરકારી વકીલો પાસેથી યોગ્ય અભિપ્રાય મેળવ્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં અપીલ ફાઇલ કરી શકાય છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ