Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ તમારે બેંકમાં રાખવું પડશે આટલું મિનિમમ બેલેન્સ, નહીં તો વસૂલાશે દંડ, જાણો કઇ બેંકે નિયમો જારી કર્યા

 દેશની બે સૌથી મોટી સરકારી બેંકે તેના બચતખાતાના ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. ખાતાધારકના લોકેશન પ્રમાણે આ બદલવાને અમલી કરવામાં આવશે. લોકેશન મુજબ ખાતાધારકોએ બેંકમાં પ્રત્યેક મહિના નિયમ મુજબ રોકડ રાખવી પડશે. ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાએ મિનિમમ બેલેન્સના નિયમોમાં બદલાવ કર્યો છે. મેટ્રો શહેરોમાં ખાતાધારકોએ રૂ.3000 મિનિમમ બેલેન્સ […]

April 13, 2019sanket mehta
India Business

 દેશની બે સૌથી મોટી સરકારી બેંકે તેના બચતખાતાના ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. ખાતાધારકના લોકેશન પ્રમાણે આ બદલવાને અમલી કરવામાં આવશે. લોકેશન મુજબ ખાતાધારકોએ બેંકમાં પ્રત્યેક મહિના નિયમ મુજબ રોકડ રાખવી પડશે. ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાએ મિનિમમ બેલેન્સના નિયમોમાં બદલાવ કર્યો છે.

મેટ્રો શહેરોમાં ખાતાધારકોએ રૂ.3000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે

એસબીઆઇએ જારી કરેલા મિનિમમ બેલેન્સના નવા નિયમ અનુસાર મેટ્રો કે મોટા શહેરોમાં રહેતા બેંકના ખાતાધારકોએ પ્રત્યેક મહિને ન્યૂનત્તમ 3 હજાર ખાતામાં જમા રાખવા પડશે. નાના શહેરોમાં રહેતા ખાતાધારકોએ પ્રત્યેક મહિને 2 હજાર રૂપિયા તેમજ ગ્રામીણ વિસ્તારના ગ્રાહકોએ ન્યૂનતમ 1 હજાર રૂપિયા બેંકમાં જમા રાખવા પડશે.

SBI  પેનલ્ટીની કરશે વસૂલાત

જો કોઇ ખાતાધારક મિનિમમ બેલેન્સના નિયમોનું ઉલ્લઘંન કરશે તો તેમની પાસેથી અતિરિક્ત રૂ.10-15 જીએસટીના વસૂલાશે. જ્યારે નાના શહેરોના ખાતાધારકો પાસેથી પેનલ્ટી તરીકે રૂ.7.50 થી રૂ.12 વસૂલાશે. ગ્રામીણ વિસ્તારના લોકો પાસેથી પેનલ્ટી તરીકે રૂ.5 થી રૂ.10ની રકમ વસૂલાશે.

બેંક ઓફ બરોડામાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવું પડશે

બેંકે ઓફ બરોડામાં દેના અને વિજયા બેંકનું વિલિનકરણ થઇ ચૂક્યું છે ત્યારે હવે મેટ્રો શહેરના ખાતાધારકોએ રૂ.2000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે જ્યારે નાના શહેરોના ખાતાધારકો માટે રૂ.1000 ની મર્યાદા રાખવામાં આવી છે. જો કે મેટ્રો અને નાના શહેરોના લોકો માટે આ રકમ ત્રિમાસિક ગાળા માટે નક્કી કરવામાં આવી છે. તેથી મેટ્રો શહેરોમાં અને નાના શહેરોમાં પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં ખાતાધારકોએ અનુક્રમે રૂ. 2000 અને રૂ.1000ની રકમ જમા રાખવી પડશે.

File Photo

BOB ખાતાધારકોને કરશે આટલો દંડ

બેંક ઓફ બરોડાના મિનિમમ બેલેન્સના નિયમોનું ઉલ્લંઘન કરવા પર બેંક પેનલ્ટીની વસૂલાત કરશે. જેના નિયમ મુજબ મેટ્રો અને અન્ય શહેરોમાં રૂ.200 દંડ તરીકે વસૂલાશે જ્યારે નાના શહેરોમાં દંડ તરીકે ખાતાધારકો પાસેથી રૂ.100ની રકમની વસૂલાત કરવામાં આવશે.

જો કે બન્ને બેંકોએ જન ધન યોજના અને બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતામાં મિનિમમ બેલેન્સમાં છૂટ આપી છે.

Post navigation

કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને ચૂંટણી પંચે ફટકારી નોટિસ,જાણો કેમ
NAMO ટીવી ચેનલ પર ભાજપનો જવાબ – મંજૂરી વગરના કાર્યક્રમો પ્રસારિત નહીં કરે

More Posts

Not Set/ સબરીમાલા મામલામાં સુપ્રીમ કોર્ટે બે મહિલાઓને સુરક્ષા આપવાનો આપ્યો આદેશ

December 13, 2019December 13, 2019hardik shah

Nobel Prize Award/ પત્રકાર મારિયા રેસા, દામિત્રી મુરાતોવને શાંતિ માટે મળ્યો નોબેલ એવોર્ડ

October 8, 2021Hemangi jani

Not Set/ કર્ણાટક/ કોંગ્રેસ નેતા તનવીર સેટ પર થયો જીવલેણ હુમલો, જાણો કોણ છે તે શખ્સ

November 18, 2019November 18, 2019hardik shah
cold in North India

Cold in North India/ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી,હવામાન વિભાગે શું આપી ચેતવણી,જાણો

January 18, 2023January 18, 2023mustak malik

Not Set/ બિહારના પ્રશાંત કિશોર બંગાળના ભવાનીપુરના મતદાર બન્યા,રાજ્યસભામાં મોકલવાની અટકળો તેજ

September 25, 2021September 25, 2021mustak malik

અકસ્માત/ ચીનની બોર્ડર નજીક ટ્રક ખાડામાં પડતાં ત્રણ સૈનિકોના મોત, ત્રણની હાલત ગંભીર

June 30, 2021June 30, 2021garima rao

Announcement/ કોરોના રસી મામલે કેન્દ્રની સૌથી મોટી જાહેરત, તમામને મળશે ફ્રીમાં રસી

January 2, 2021January 2, 2021Bhavesh Vyas

MP/ કેનાલમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 38 લોકોનાં મૃતદેહો બહાર નિકાળવામાં આવ્યા

February 16, 2021February 16, 2021hardik shah

ministry of home affairs/  યુદ્ધમાં માહિરછે આ બહાદુર જવાનો, હવે જમ્મુમાં પોસ્ટિંગ થશે, ગૃહ મંત્રાલયે લીધો મોટો નિર્ણય

August 3, 2024Mansi Panara

Business News/ બિટકોઈનના ભાવમાં મોટા ઘટાડાની ચેતવણી, કિંમત $20,000 સુધી ઘટી શકે છે!

March 18, 2025Yogesh Vaghela
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy