Not Set/ મોદીનો માસ્ટરસ્ટ્રોક: શેરડીના ખેડૂતો માટે રાહત પેકેજ અપાશે

ઉત્તર પ્રદેશના કૈરાના અને નુરપુરમાં થયેલી પેટા ચુંટણીમાં શેરડીના ખેડૂતોની નારાજગી બીજેપીને ચુંટણીમાં હારના રૂપે ભોગવવી પડી છે, જયારે 2014માં બીજેપી આ વિસ્તારમાં કમળ ખીલવવા કામયાબ રહી હતી. પેટા-ચુંટણીમાં મળેલી હારમાંથી શિખ લેતા મોદી સરકારે શેરડીના ખેડૂતોને ખુશ કરવા માટે પગલું ભર્યું છે જેથી આ વિસ્તારમાં તેમની બાદશાહત 2019માં પણ બની રહે. કૈરાના પેટા-ચુંટણીમાં હારનો […]

Top Stories India Politics
87549 dsifjuengz 1524104094 મોદીનો માસ્ટરસ્ટ્રોક: શેરડીના ખેડૂતો માટે રાહત પેકેજ અપાશે

ઉત્તર પ્રદેશના કૈરાના અને નુરપુરમાં થયેલી પેટા ચુંટણીમાં શેરડીના ખેડૂતોની નારાજગી બીજેપીને ચુંટણીમાં હારના રૂપે ભોગવવી પડી છે, જયારે 2014માં બીજેપી આ વિસ્તારમાં કમળ ખીલવવા કામયાબ રહી હતી. પેટા-ચુંટણીમાં મળેલી હારમાંથી શિખ લેતા મોદી સરકારે શેરડીના ખેડૂતોને ખુશ કરવા માટે પગલું ભર્યું છે જેથી આ વિસ્તારમાં તેમની બાદશાહત 2019માં પણ બની રહે.

કૈરાના પેટા-ચુંટણીમાં હારનો સામનો કર્યા બાદ મોદી સરકારે શેરડીની ખેતી કરતા ખેડૂતોને રાહત આપતા એમના બાકી 20000 કરોડ રૂપિયા ચુકાવવાનું એલાન કર્યું છે, સાથે જ સરકારે ખાંડ પરનો નિકાસ કર પણ નાબુદ કરી દીધો છે. શેરડીના ખેડૂતો માટે  રાહત પકેજની ઘોષણા કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે શેરડીનો 30 લાખ ટન બફર સ્ટોક બનાવવામાં આવશે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતિએ સરકારના આ ફેસલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આની પાછળ કૈરાનાની અસર છે.

ભારતમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે. શેરડી લેન્ડમાં પશ્ચિમ યુપી થી લઈને મધ્ય યુપી સુધીનો વિસ્તાર શામેલ છે. ઉત્તર પ્રદેશની લગભગ 40 લોકસભા સીટો છે, જે શેરડી લેન્ડના વિસ્તારમાં આવે છે.

2014ની લોકસભા ચુંટણીમાં બીજેપી અને સહયોગીઓએ યુપીમાં 80માંથી 73 સીટો પર જીત મેળવી હતી. શેરડી લેન્ડની બધી સીટો બીજેપીના નામે રહી હતી, પરંતુ કૈરાના સીટની હારે બીજેપીને વિચારવા પર મજબુર કરી છે.

મોદી સરકારની શેરડીના ખેડૂતો પર મહેરબાની પાછળ 2019ની લોકસભા ચુંટણી માનવામાં આવી રહી છે. ખેડૂતોમાં બીજેપી પ્રત્યે નારાજગી વધી રહી છે અને વિપક્ષો મોદી વિરુદ્ધ એકજુથ થઇ રહ્યા છે. એવામાં મોદી સરકારે શેરડીના ખેડૂતોને ખુશ કરવા અને અને એમના દિલમાં ફરીથી જગ્યા બનાવવા આ માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

હકીકતમાં કૈરાના પેટા-ચુંટણી સમયે શેરડીનો મુદ્દો ખુબ મજબૂતાઈથી ઉઠાવવામાં  આવ્યો હતો. જેના સમર્થન ઘણાં વિપક્ષી દળો પણ હતા. એમના મુજબ શેરડીની ખેતી સાથે જોડાયેલાં દેશભરના ખેડૂતોના લગભગ 20000 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા નથી. રાજનૈતિક વિશેષજ્ઞોનું માનવું છે કે કૈરાનામાં બીજેપીની હારના મુખ્ય કારણોમાં એક આ કારણ પણ હતું.

sugarcane3 મોદીનો માસ્ટરસ્ટ્રોક: શેરડીના ખેડૂતો માટે રાહત પેકેજ અપાશે

જણાવી દઈએ કે યુપીના શેરડીના ખેડૂતોના બદહાલ જગ જાહેર છે, ઉત્તર પ્રદેશના ખેડૂતોના 13000 કરોડ રૂપિયા ખાંડની મિલો પાસે બાકી છે. યોગી સરકારના શેરડી મંત્રી સુરેશ રાણા કૈરાના લોકસભા વિસ્તારમાં આવતી થાનાભવન વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે, તેમ છતાં પણ શેરડીના ખેડૂતોને હેરાન થવું પડે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાગપતમાં કૈરાના પેટા-ચુંટણીના એક દિવસ પહેલા ખેડૂતોને ચુકવણીની વાત કરી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શામલીમાં રેલી દરમિયાન 14 દિવસની અંદર ખેડૂતોને ચુકવણી કરવાની વાત કરી હતી, તેમ છતાં ખેડૂતોને એમની વાત પર ભરોસો આવ્યો ના હતો  અને આરએલડીના તબસ્સુમ હસનનો વિજય થયો હતો.

શેરડીના ખેડૂતો માટે લેવામાં આવેલું મોદી સરકારનું આ પગલું ફક્ત યુપી જ નહિ પરંતુ મહારાષ્ટ્રમાં પણ રાજનૈતિક ફાયદો કરવી શકે છે. યુપીમાં સૌથી વધારે 145.39 મિલિયન ટન શેરડીનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ 72.26 મિલિયન ટન સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાન પર છે. બીજેપી આ પગલાથી ગઈ લોકસભા ચુંટણીના પરિણામોનું પરિવર્તન કરવા માંગે છે.

મહારષ્ટ્ર બાદ કર્ણાટક 34.48 મિલિયન ટન શેરડીના ઉત્પાદન સાથે ત્રીજા નંબર પર છે. તમિલનાડુ 26.50 મિલિયન ટન સાથે ચોથા નંબર પર છે. ખેડૂતોની કર્જ માફી એક મોટો મુદ્દો છે, વિરોધીઓને હાર આપવા માટે આ મુદ્દો મદદ કરી શકે છે.