15 ઓગસ્ટ/ ભારતે પોતાનો પહેલો સ્વતંત્રતા દિવસ આ રીતે ઉજવ્યો હતો, જુઓ આ ખાસ તસવીરો 

માઉન્ટબેટને 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતની આઝાદીની તારીખની પુષ્ટિ કરી. આની જાહેરાત થતાં જ, બ્રિટીશ સૈનિકોને તેમની બેરેકમાં પાછા ખેંચી લેવામાં આવ્યા. તસવીરમાં પંડિત નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા હાજર છે.

Top Stories India Trending

પ્રથમ સ્વતંત્રતા દિવસ : 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત અંગ્રેજોની ચુંગલમાંથી આઝાદ થયો હતો. ભારતના ઇતિહાસમાં આ સૌથી ખાસ દિવસ છે. આ દિવસે ભારતને બ્રિટીશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી. દેશમાં બધે જ ઉજવણીનું વાતાવરણ હતું, હવે દરેક જણ કોઈ પણ ડર વગર ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે છે. પંડિત જવાહર લાલ નહેરુએ 14 ઓગસ્ટની મોડી રાત્રે દેશની આઝાદીની ઘોષણા કરી. બીજે દિવસે સવારે, સૂર્યના કિરણો ચારે બાજુ સ્વતંત્રતાનો આનંદ લાવ્યા હતા. દર વર્ષે આ દિવસે ભારતના વડા પ્રધાન લાલ કિલ્લાના પ્રાંત પરથી દેશને સંબોધિત કરે છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીમાં લાલ કિલ્લાના લાહોરી દરવાજા ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

માઉન્ટબેટને 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતની આઝાદીની તારીખની પુષ્ટિ કરી. આની જાહેરાત થતાં જ, બ્રિટીશ સૈનિકોને તેમની બેરેકમાં પાછા ખેંચી લેવામાં આવ્યા. તસવીરમાં પંડિત નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા હાજર છે.

  

આ ઉજવણીમાં ભાગ લેવા માટે હજારો લોકો લાલ કિલ્લા પર ભેગા થયા હતા. પંડિત નહેરુએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

  

રોયલ ઇન્ડિયન નેવીની ટુકડી 15 ઓગસ્ટ, 1947 ના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ઇન્ડિયા ગેટ, નવી દિલ્હી ખાતે ઉભી  છે.

15 ઓગસ્ટ, 1947 ના રોજ, ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મથક પર સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભારતની આઝાદીની ઉજવણી થઈ રહી હતી.

પ્રથમ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નોર્થ અને સાઉથ બ્લોકમાં લોકોની ભીડ.

સ્વતંત્રતા દિવસ 2021 / સ્વતંત્રતા દિવસ પર PM મોદીનો સાફો દર વર્ષે બદલાતો રહ્યો, 2014 થી 2021 સુધી આવી હતી સ્ટાઇલ

સ્વતંત્રતા દીવસ / ૭૫માં સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી, CM વિજય રૂપાણીએ તિરંગાને આપી સલામી

વડોદરા / સ્વાતંત્ર્ય દિનની પરેડમાં આવેલા 6 જવાનો અચાનક થયા બેભાન

સ્વતંત્રતા દિવસ / ‘જન ગણ મન’ રાષ્ટ્રગીતની રચના કેવી રીતે થઇ આવો જાણીએ ….

ગુજરાત / સી.આર.પાટીલની મોટી જાહેરાત, 2022 ની ચૂંટણી ભાજપ લડશે આ ચહેરા સાથે