શૌચાલયમાં સલુન/ ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન, પછી…

નસવાડી ના નાનીઝડુલી ગામ ના બી એ ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવક બંધ પડેલા સામુહિક શૌચાલયમાં સલૂન ચાલુ કરી રોજગાર મેળવવા મજબુર બન્યો છે.

Top Stories Gujarat Others
cuba 1 4 ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન, પછી...
  • છોટાઉદેપુર મા બેરોજગારી ની વરવી વાસ્તવિકતા સામે આવી
  • નસવાડી ના નાનીઝડુલી ગામ ના બી એ ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવક બંધ પડેલા સામુહિક સોચાલય મા સલૂન ચલાવવા મજબુર
  • ફોટો વિડીઓ વાઇરલ થતા તંત્ર દ્વારા સલુન બંધ કરાવી પતરું મારી દીધુ

એકબાજુ આઝાદી ના અમૃત મોહત્સવ ની સરકાર ઉજવણી કરે છે. સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામા આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જીલ્લામાં રોજગારી આપવા માટે સરકાર નિષ્ફળ હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અહી આદિવાસી પુર્વ પટ્ટી મા ધંધા રોજગાર ની ખુબ મોટી સમસ્યા છે. પહેલા કોંગ્રેસ ના શાસનકાળ દરમિયાન પણ આદિવાસી વિસ્તારના લોકો ને રોજગારી આપવામા નિષ્ફળ રહ્યા છે. છેલ્લા 27 થી 28 વર્ષ થી ચાલી રહેલા ભાજપના શાસન દરમિયાન પણ આજ પરિસ્થિતિ છે. ખાસ કરીને અહી કોઇ ઇન્ડસ્ટ્રીઝ કે મોટી GIDC ના હોવાથી આદિવાસી પુર્વ પટ્ટી ના યુવાનોને રોજગારી માટે અન્ય જીલ્લાઓ મા જવુ પડે છે.

cuba 1 ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન, પછી...

ત્યારે છોટાઉદેપુર ના નસવાડી ના નાનીઝડુલી ગામ ના બી એ ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવક બંધ પડેલા સામુહિક શૌચાલયમાં સલૂન ચાલુ કરી રોજગાર મેળવવા મજબુર બન્યો છે.

નસવાડીના ડુંગર વિસ્તારના નાનીઝડુલી ગામે સ્વચ્છ ભારત મિશન હેઠળ સામુહિક સોચાલય 2 લાખ ના ખર્ચે બનાવેલ છે. બે વર્ષ થી શૌચાલય બીન ઉપયોગી પડ્યું હતુ.  જેથી ગામ ના B.A ગ્રેજ્યુટ થયેલ મકનભાઈ ભીલની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેને નોકરી માટે મેહનત કરી પણ નોકરી ન મળતા ગામના સરકારી બંધ પડેલ બીન ઉપયોગી શૌચાલય ની અંદર જ ખુરશી ગોઠવી ને હેર કટિંગ સલૂન શરૂ કર્યું હતું.

જેનો અર્થ એ થાય છે કે શૌચાલય કરતા પણ રોજગારી કેટલી જરુરી છે. યુવાનો સારી નોકરી કે રોજગારી મેળવે તો પોતાના ખર્ચે પણ શૌચાલય બનાવી શકે છે.

આદિવાસી વિસ્તારના બે રોજગાર યુવક ટાંચા સાધનો હોવા છતાંય મહા મેહનત થકી અભ્યાસ માં શ્રી ગોવિદ ગુરુ યુનિવર્સીટી મા માર્ચ 2019 મા બી એ ગ્રેજ્યુટ ની ડીગ્રી પણ મેળવેલ છે. પરતું પેટ ના ખાડા પુરવા અને પરીવાર ના ગુજરાન માટે કામ પણ જરૂરી હોય હેર સલૂનમાં દરરોજ જે રોજગારી મળે તેનાથી પરિવાર નું ગુજરાન ચલાવવાનુ ચાલુ કર્યુ હતુ. પરંતુ શૌચાલય મા સલૂન ચાલુ કરેલા ફોટા વાયરલ થતા તંત્ર દ્વારા સલૂન  બંધ કરાવી પતરું મારી દીધુ છે.

cuba 2 ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન, પછી...

કોગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભાઈ ભીલ પણ સરકાર રોજગાર આપવાની વાતો કરે છે પરતું બંધ પડેલ સામુહિક શૌચાલયમાં સલૂન ચલાવવા જે ગ્રેજ્યુટ યુવાન મજબુર બન્યો ત્યારે આવા હજારો બે રોજગારૉ ની કડવી પણ સાચી વાસ્તવિકતા સામે આવી છે. આ બાબતે આ યુવકને જિલ્લાનું રોજગાર વિભાગ મદદરૂપ બની રોજગારી નહી તો એક નાનકડું કેબીન પણ આપે તેવી મારી માંગ છે.

હાલ તો સરકારે ગામ લોકો ની સુવિધાઓ માટે ગામડે ગામડે શૌચાલય બનાવ્યા પણ સુવિધા વગર ના સામુહિક સોચાલય નો ઉપયોગ બે રોજગાર યુવાન સલૂન ચલાવી રોજગારી મેળવવાની કોસીસ કરતો હોય જે કોઈ આ દ્રશ્યો જોઈ અથવા વાત સાંભળે તો એકદમ ચકિત થઈ જાય છે. શૌચાલય બંધ પડ્યું હોય મારી પરિસ્થિતિ સારી ન હોય હું શૌચાલયમાં સલૂન ચાલુ કરી રોજગારી મેળવું છુ.

મારા પરીવાર નું ગુજરાન ચલાવું અઘરું છે મારા માતા પિતા એ મને ભણાવ્યો બી એ ગ્રેજ્યુએટ છું. પણ નોકરી નથી મળી આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી શૌચાલય બંધ પડ્યું છે તેમાં હૂ ખુરશી ગોઠવી જે લોકો મને વાળ કાપવા દાઢી બનાવવા બોલાવે એમ હૂ કામ કરું છું. હેર સલૂન   ચાલુ કર્યું છે કોઈ દિવસ 50 –100–200 મળી રહે છે. રડતી આંખે બે રોજગાર યુવક પરિસ્થિતિ જણાવી હતી.

ઉત્તરપ્રદેશ/ મંત્રી રાકેશ સચાન કાનપુર કોર્ટમાંથી તેમની સજાની ફાઈલ લઈને ક્યાં ભાગ્યા? રક્ષકોએ કહ્યું-