પ્રયાગરાજ,
પ્રયાગરાજ કુંભમાં થયેલ યોગી સરકારની ઐતિહાસિક કેબીનેટ બેઠકમાં દેશના સૌથી લાંબો ગંગા એક્સપ્રેસ વે બનવાના પ્રસ્તાવ પર મોહર લાગી હતી.દેશનો સૌથી લાંબો બનનારો 600 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે પશ્ચિમ યુપીથી પુર્વાંચલ સાથે જોડવામાં આવશે. આ ગંગા એક્સપ્રેસવે બનાવવાની કિંમત 36 હજાર કરોડ રૂપિયા હશે.
સૌપ્રથમ આ પ્રોજેક્ટની કલ્પના માયાવતી સરકારમાં કરવામાં આવી હતી, પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટના હસ્તક્ષેપ પછી આ કામ શરૂ ન થયું હતું.મુખ્યમંત્રી યોગી આદિત્યએ કહ્યું કે મેરઠથી
અમરોહા, બુલંદશેહર, ફરૃખાબાદ, બદાયું, શાહજહાંપુર, હરદોય, કન્નૌજ, ઉન્નાવ, રાયબરેલી અને પ્રતાપગઢને જોડતા ગંગા એક્સપ્રેસવે પ્રયાગરાજ સુધી આવશે. તેમણે જણાવ્યું હતું કે 600 કિમી લાંબી આ ફોર લેન એક્સપ્રેસનું વિશ્વનું સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણ માટે 6556 હેકટર જમીનની જરૂર પડશે અને લગભગ 36 હજાર કરોડ રૂપિયા આની કિંમત હશે. તેના માર્ગમાં 6 રેલ્વે ઓવરબ્રિઝ અને 18 ફ્લાઇ ઓવર બનાવામાં આવશે.
જાણકારોનું કહેવું છે કે ઈ વેસ્ટ થી ઇસ્ટ સુધી 20 થી વધારે લોકસભા ક્ષેત્રોથી જોડાય રહેલ આ એક્સપ્રેસવે દ્રારા બીજેપીની નજર ચૂંટણીની અપેક્ષાઓ પણ ગતિ આપવી છે .