Not Set/ અમેઝોનને ટક્કર આપવા મુકેશ અંબાણીએ 26 કંપનીઓ ખરીદી, ઇ-કોમર્સ સેક્ટરમાં પગદંડો જમાવશે

ભારતના લોકોને સસ્તા કોલ દર અને ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડીને ઘરેલુ ટેલિકોમ ક્ષેત્રમાં પગદંડો જમાવનાર મુકેશ અંબાણીએ હવે ઇ-કોમર્સ ક્ષેત્ર તરફ મીટ માંડી છે. તેમણે દેશમાં સૌથી વધુ ગ્રાહકવર્ગ ધરાવતી અમેઝોનને ટક્કર આપવા માટે વિશેષ રણનીતિ તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ છેલ્લા બે વર્ષોમાં નાની અને મધ્યમ કદની અંદાજે 26 કંપનીઓમાં હિસ્સો ખરીદીને પોતાની રણનીતિનો […]

India Trending Business
Mukesh અમેઝોનને ટક્કર આપવા મુકેશ અંબાણીએ 26 કંપનીઓ ખરીદી, ઇ-કોમર્સ સેક્ટરમાં પગદંડો જમાવશે

ભારતના લોકોને સસ્તા કોલ દર અને ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડીને ઘરેલુ ટેલિકોમ ક્ષેત્રમાં પગદંડો જમાવનાર મુકેશ અંબાણીએ હવે ઇ-કોમર્સ ક્ષેત્ર તરફ મીટ માંડી છે. તેમણે દેશમાં સૌથી વધુ ગ્રાહકવર્ગ ધરાવતી અમેઝોનને ટક્કર આપવા માટે વિશેષ રણનીતિ તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ છેલ્લા બે વર્ષોમાં નાની અને મધ્યમ કદની અંદાજે 26 કંપનીઓમાં હિસ્સો ખરીદીને પોતાની રણનીતિનો અમલ શરૂ કર્યો છે.

હકીકતમાં, મુકેશ અંબાણીએ અમેઝોનના માલિક જેફ બેઝોસ જ રણનીતિ અપનાવી છે. બેઝોસે છેલ્લા બે દાયકાઓમાં તેના વેપારના વિસ્તરણ માટે 75 થી વધુ નાની-મધ્યમ કદની કંપનીઓ ખરીદી અથવા તેમાં રોકાણ કર્યું અને એ રીતે તે દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની બની ગઇ.

અંબાણી પણ બે વર્ષમાં કુલ 17.41 હજાર કરોડનું રોકાણ આ ક્ષેત્રમાં કરી ચૂક્યા છે. બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સના વિશ્લેષક કુણાલ અગ્રવાલ મુજબ આ ડીલ ભલે નાની લાગે, પરંતુ એકસાથે મળીને તેનાથી પ્રતિભાશાળી ટીમનું નિર્માણ થઇ શકે છે કે જે કોઇ ઉત્પાદને મોટું પ્લેટફોર્મ પૂરું પાડી શકે છે. રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેનલી અનુસાર વર્ષ 2028 સુધી ભારતનું ઇ-કોમર્સ માર્કેટ સાત ગણુ વધીને 14 લાખ કરોડને આંબી જશે.