Not Set/ લોકસભા ચૂંટણી 2019: ફેસબુક દરરોજ 10 લાખ એકાઉન્ટ કરે છે ડિલીટ, મતદારો માટે બે નવા ફીચર્સ કર્યા લોન્ચ

નવી દિલ્હી, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેસબુક દરરોજના 10 લાખ એકાઉન્ટ ડિલીટ અથવા બ્લોક કરી રહ્યું છે. ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અજીત મોહને કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી ફેક ન્યૂઝ અને વાંધાજનક સામગ્રીનો ફેલાવો કરતા એકાઉન્ટ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક દિવસ પહેલા રાજનૈતિક જાહેરાતોને લઇને પારદર્શિતા લાવવા માટે […]

Top Stories
facebook video views 2016 લોકસભા ચૂંટણી 2019: ફેસબુક દરરોજ 10 લાખ એકાઉન્ટ કરે છે ડિલીટ, મતદારો માટે બે નવા ફીચર્સ કર્યા લોન્ચ

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેસબુક દરરોજના 10 લાખ એકાઉન્ટ ડિલીટ અથવા બ્લોક કરી રહ્યું છે. ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અજીત મોહને કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી ફેક ન્યૂઝ અને વાંધાજનક સામગ્રીનો ફેલાવો કરતા એકાઉન્ટ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કેટલાક દિવસ પહેલા રાજનૈતિક જાહેરાતોને લઇને પારદર્શિતા લાવવા માટે ફેસબુક દ્વારા પોલિટિકલ એન્ડ ટ્રાન્સપેરેંસી ટૂલની શરૂઆત કરવામાં આવી છે.

કંપનીએ બે ટૂલ કર્યા લોન્ચ:

કંપનીએ હાલમાં જ મતદારો માટે બે નવા ટૂલની શરૂઆત કરી છે. જેમાં ‘કેંડિડેટ ક્નેક્ટ’ ટૂલની મદદથી મતદાર તેના ઉમેદવાર સાથે જોડાઇ શકશે અને તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી શકશે. જ્યારે ‘શેયર યૂ વોટેડ’ ટૂલથી લોકો તેના મતદાનની જાણકારી તેના મિત્રો સાથે શેયર કરી શકશે.