Not Set/ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટનું થયુ મોત, કોહલી બન્યો ભાવુક

અમેરિકાનાં સ્ટાર બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. રવિવારે કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોબ બ્રાયન્ટ સહિત 9 લોકોનાં મોત થયા છે. કોબ બ્રાયન્ટનાં મોતથી વિશ્વભરમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોબનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. Kobe was a legend on the court and just getting started […]

Sports
254c0a9fd8058d4a3457899b90e14c32 હેલિકોપ્ટર દુર્ઘટનામાં દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટનું થયુ મોત, કોહલી બન્યો ભાવુક

અમેરિકાનાં સ્ટાર બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. રવિવારે કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોબ બ્રાયન્ટ સહિત 9 લોકોનાં મોત થયા છે. કોબ બ્રાયન્ટનાં મોતથી વિશ્વભરમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોબનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

હેલિકોપ્ટર દુર્ઘટના કેવી રીતે થઇ તેની હજુ જાણકારી સામે આવી નથી. હેલિકોપ્ટર લોસ એન્જલસમાંથી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન તે ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, કોબ તેના ખાનગી હેલિકોપ્ટરમાં કેટલાક નજીકનાં લોકો સાથે જઈ રહ્યો હતો, જેમાં તેની 13 વર્ષની પુત્રી ગિયાના પણ હતી, જેની અકસ્માતમાં મોત થઇ છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્સ્ટા પોસ્ટ દ્વારા કોબનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વિરાટે લખ્યું, આ સમાચાર સાંભળીને હુ ચોંકી ગયો.

તેનાથી જોડાયેલી બાળપણની ઘણી યાદો છે, બાસ્કેટબ કોર્ટમાં તેનો જાદુ જોવા માટે વહેલી સવારે જાગી જવું જબરદસ્ત હતું. જીવન કેટલું અસંભાવિતછે. આ અકસ્માતમાં તેમની પુત્રી ગિયાનાનું પણ મોત નીપજ્યું હતું. મારું હૃદય સંપૂર્ણરીતે  ભાંગી ગયું છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે. તેના પરિવારને આ દુઃખ સહન કરવાની હિંમત આપે.

આ ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને વ્યથા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, ભલે તે વિશ્વનો સૌથી મોટો બાસ્કેટબ ખેલાડી હોય, પણ તેણે હાલમાં જ પોતાનું જીવન શરૂ કર્યું હતુ. તે તેના પરિવારને ખૂબ ચાહતો હતો, ભવિષ્ય માટે તેને ભારે ઉત્સાહ હતો. તેમની સુંદર પુત્રી ગિયાનાનાં મોતથી આ અકસ્માત વધુ ભયંકર બની ગયો છે. હું અને મેલાનિયા બ્રાયન્ટનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમની સાથે રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.