Not Set/ ICC World Cup PAK vs NZ : પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પહોચી પેવેલિયન

ગત વિશ્વકપની ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની 33મી મેચ બર્મિંગમમાં રમાઇ રહી છે. જ્યા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અહી ખરાબ વાતાવરણનાં કારણે અને મેદાનમાં થોડુ પાણી હોવાના કારણે ટોસ થવામાં મોડુ થયુ હતુ. વરષ્ 1992માં વિશ્વકપ જીતનાર પાકિસ્તાનની ટીમને આ મેચ કોઇ પણ સંજોગે જીતવો […]

Top Stories Sports
pak vs nz545 ICC World Cup PAK vs NZ : પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પહોચી પેવેલિયન

ગત વિશ્વકપની ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની 33મી મેચ બર્મિંગમમાં રમાઇ રહી છે. જ્યા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અહી ખરાબ વાતાવરણનાં કારણે અને મેદાનમાં થોડુ પાણી હોવાના કારણે ટોસ થવામાં મોડુ થયુ હતુ. વરષ્ 1992માં વિશ્વકપ જીતનાર પાકિસ્તાનની ટીમને આ મેચ કોઇ પણ સંજોગે જીતવો જરૂરી છે, જેથી તેની સેમિફાઈનલમાં પહોચવાની આશા જીવંત રહી શકે. વળી ન્યૂઝીલેન્ડ આ મેચને જીતીને સેમિફાઈનલ માટે ક્વોલિફાઇ થઇ જશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

હાલમાં ચાલી રહેલી પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની મેચમાં અત્યાર સુધીની રમતને જોતા પાકિસ્તાનનું પલડુ ભારે હોવાનું દેખાઇ રહ્યુ છે. ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન પહોચી ચુકી છે. હાલમાં ન્યૂઝીલેન્ડનાં 38 ઓવરમાં 144 રન બન્યા છે, જ્યારે તેની પાંચ વિકેટો પડી ગઇ છે. હાલમાં પીચ પર જેમ્સ નીશમ અને કોલિન ડિ ગ્રેંડહોમ રમી રહ્યા છે. જ્યા જેમ્સ નીશમે 51 રન તો કોલિન ડિ ગ્રેંડહોમ 39 રન બનાવી ન્યૂઝીલેન્ડ તરફથી લડી રહ્યા છે. જો કે હજુ પાકિસ્તાનની બેટિંગ બાકી છે અને તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનનો સૌથી મોટો સ્ટ્રોન્ગ પોઇન્ટ તેની બોલિંગ રહી છે. જોવાનું રહેશે કે ન્યૂઝીલેન્ડનાં બોલરોને પાકિસ્તાનનાં બેટ્સમેન કેવી રીતે રમી ટીમને જીત અપાવી શકે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

 ન્યૂઝીલેન્ડ

માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલિન ડી ગ્રેંડહોમ, મિચેલ સેંટનર, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી અને ટ્રેટ બોલ્ટ.

પાકિસ્તાન

ફખર જમાન, ઈમામ વસીમ, બાબર આજમ, મોહમ્મદ હફીઝ, હેરિસ સોહેલ, સરફરાજ અહમદ, આમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન શાહ અફ્રિદી, વહાબ રિયાજ અને મોહમ્મદ આમિર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.