IND Vs NZ/ શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી શાનદાર સદી, આ ક્લબમાં થયો સામેલ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી દીધી છે. અને તે સહેવાગ અને રોહિત શર્માનાં ક્લબમાં સામેલ થઇ ગયો છે.

Top Stories Sports
ડેબ્યૂ મેચમાં શ્રેયસની સદી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે બીજા દિવસે પ્રથમ સત્રની રમત શરૂ થઈ છે અને ભારતને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો છે. અડધી સદી ફટકાર્યા બાદ જાડેજા બોલ્ડ થયો હતો, જે બાદ રિદ્ધિમાન સાહા ક્રિસ પર બેટિંગ કરવા આવ્યો હતો. શ્રેયસ અય્યર તેની સાથે રમી રહ્યો.

આ પણ વાંચો – IND Vs NZ / ‘એ મુહ સે સુપારી નિકાલ કર કે બાત કર રે બાબા’ દર્શકોને આ રીતે ટ્રોલ કરી રહ્યા છે વસીમ જાફર

જણાવી દઇએ કે, શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી દીધી છે. અને તે સહેવાગ અને રોહિત શર્માનાં ક્લબમાં સામેલ થઇ ગયો છે. શ્રેયસ અય્યરે પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારી તેના ફેનને ખુશ કર્યા છે. આ મેચમાં શ્રેયસે બેબાક અંદાજમાં બેટિંગ કરી છે અને પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારનાર 16મો બેટ્સમેન બની ગયો છે. જો કે અત્યારે ભારતની હાલત જોતા અય્યરે પોતાની સદી બાદ પણ વધુ સમય ક્રિસ પર વિતાવવો પડશે. ટીમને અત્યારે તેની જરૂર છે. ભારત જેટલો મોટો સ્કોર કરશે તેટલું ભારત માટે સારું રહેશે. જણાવી દઇએ કે, અય્યરનાં સદી ફટકાર્યા બાદ સાહા આઉટ થઇ ગયો છે. તે આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેની જગ્યાએ હવે અશ્વિન બેટિંગ કરવા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ત્યારે વહેલી સવારે ભારતે પોતાની 5મી વિકેટ વહેલી ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજા આઉટ બોલ્ડ થયો હતો. જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ, ભારતનાં બેટ્સમેનોએ શરૂઆતની ઓવરમાં સાવચેતીપૂર્વક રમવું પડશે. કારણ કે પીચમાં ભેજ છે, જેનાથી ઝડપી બોલરોને ફાયદો થવાની પૂરી સંભાવના છે. જાડેજા 50 રનનાં સ્કોર પર આઉટ થયો હતો. અંદરની કિનારી લઈને બોલ વિકેટ પર વાગ્યો હતો. અય્યર પર હવે સંપૂર્ણ જવાબદારી છે. વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની યાદીમાં અય્યરે સદી ફટકારી પોતાનુ નામ જોડ્યુ છે.

આ પણ વાંચો – આરામની પળ / T20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી દરિયામાં Fishing કરતો જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે, ગઇકાલ એટલે કે ગુરુવારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની સીરીઝનો પ્રારંભ થયો છે.જેમાં પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિવસની રમતનાં અંત સુધી 4 વિકેટ ગુમાવી 258 રન બનાવ્યા હતા. જો કે સેશનની વાત કરીએ તો પહેલા સેશનમાં જ્યાં ભારતનાં 82 રન 1 વિકેટનાં નુકસાને હતા. અને બીજા સેશનમાં 72 રન બનાવ્યા અને 4 વિકેટ ગુમાવી દીધી. જે બાદ એવું લાગી રહ્યું હતું કે ભારતની ઇનિંગ જલ્દી જ ખતમ થઈ જશે. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજાએ ટીમની કમાન સંભાળી હતી અને સ્ટમ્પ થાય ત્યાં સુધી તેમની વિકેટો જાળવી રાખી હતી. શ્રેયસ અય્યર ખૂબ જ મુશ્કેલ સમયમાં બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે આરામથી રમ્યો અને જાડેજા પણ તેની સાથે ધૈર્યથી બેટિંગ કરતો દેખાયો. જણાવી દઇએ કે, શ્રેયસ પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી દીધી છે, જ્યારે જડ્ડુએ 50 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડની બોલિંગ વિશે વાત કરતા કાયલ જેમિસને શાનદાર બોલિંગનો નજારો રજૂ કર્યો હતો. તેણે 3 ભારતીય બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. વળી, કાયલ જેમિસને બતાવ્યું છે કે ભલે પીચ સ્પિનરોને મદદ કરશે, પરંતુ જો બોલિંગ મજબૂત છે, તો તે કઇંક અલગ કરી શકે છે.