Not Set/ આનંદો !!! રુપાણી સરકારનો ખેડૂત હિતમાં “પાણી”દાર નિર્ણય

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સરકાર દ્વારા આજે સફળતા પૂર્વક ત્રણ વર્ષ સમ્પન કરવામાં આવ્યાં છે. ત્યારે ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની અચાનક નિધનને કારણે ગુજરાત સરકાર દ્વારા યોજવામા આવવાનાં તમામ કાર્યક્રમો રદ કરી દેવામા આવ્યાં હતા. અને ગુજારાત સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાને સામાન્ય રીતે જ પ્રજાલક્ષી કામો જાહેર કરી ઉજવવામાં આવ્યો […]

Top Stories Gujarat
rupani cabinetN આનંદો !!! રુપાણી સરકારનો ખેડૂત હિતમાં "પાણી"દાર નિર્ણય

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સરકાર દ્વારા આજે સફળતા પૂર્વક ત્રણ વર્ષ સમ્પન કરવામાં આવ્યાં છે. ત્યારે ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની અચાનક નિધનને કારણે ગુજરાત સરકાર દ્વારા યોજવામા આવવાનાં તમામ કાર્યક્રમો રદ કરી દેવામા આવ્યાં હતા. અને ગુજારાત સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાને સામાન્ય રીતે જ પ્રજાલક્ષી કામો જાહેર કરી ઉજવવામાં આવ્યો હતો.

vijay rupani cabinate આનંદો !!! રુપાણી સરકારનો ખેડૂત હિતમાં "પાણી"દાર નિર્ણય
પ્રતિકાત્મક ફોટો

આજે મળેલી પાણીદાર રુપાણી સરકારની કેબિનેટમાં પણ હમેંશની જેમ ખેડૂતો માટે સારા સમાચારની જાહેરાત કરવામા આવી હતી. CM રુપાણીની કેબિનેટ બેઠકમાં રાજ્યનાં ઓછા વરસાદવાળા વિસ્તારોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.

gujarat cabinet આનંદો !!! રુપાણી સરકારનો ખેડૂત હિતમાં "પાણી"દાર નિર્ણય
પ્રતિકાત્મક ફોટો

નિર્ણય મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છને નર્મદાનું પાણી અપાશે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના 400થી વધુ તળાવોને ભરવામાં આવશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સૌની યોજના અંતર્ગત પાણી છોડાવામાં આવશે. સરકારનાં આ ખેડૂતલક્ષી નિર્ણયથી જ્યા ઓછા વરસાદની સ્થિતિ છે ત્યાં આજે ખુશીનો વરસાદ જોવામા આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.