Not Set/ #Article 370 : ગુજરાતમાં તકેદારીને પગલે ઠેર ઠેર બોમ્બ સ્કોર્ડ સાથે પોલીસ ચેકીંગ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ – 370નું સરકલમ કરી દેવામા આવતા, પાકિસ્તાન અને ખાસ કરીને પાકિસ્તાનમાં પલપી રહેલા આંતકવાદીઓ ભૂરાયા થયા છે. અને રઘવાયા થયેલા આતંકી આકાઓ દ્વારા ભારતમાં કોઇ ખાના ખરાબીને અંજામ આપવામા આવી શકે છે, તે બાબતને લઇને દેશભરમાં સુરક્ષાતંત્ર અને પોલીસને એલર્ટ મોડમાં મુકી દેવામા આવી છે. ત્યારે ગુજરાતને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતભરમાં […]

Ahmedabad Gujarat Others
checking.jpg1 #Article 370 : ગુજરાતમાં તકેદારીને પગલે ઠેર ઠેર બોમ્બ સ્કોર્ડ સાથે પોલીસ ચેકીંગ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ – 370નું સરકલમ કરી દેવામા આવતા, પાકિસ્તાન અને ખાસ કરીને પાકિસ્તાનમાં પલપી રહેલા આંતકવાદીઓ ભૂરાયા થયા છે. અને રઘવાયા થયેલા આતંકી આકાઓ દ્વારા ભારતમાં કોઇ ખાના ખરાબીને અંજામ આપવામા આવી શકે છે, તે બાબતને લઇને દેશભરમાં સુરક્ષાતંત્ર અને પોલીસને એલર્ટ મોડમાં મુકી દેવામા આવી છે. ત્યારે ગુજરાતને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

railway #Article 370 : ગુજરાતમાં તકેદારીને પગલે ઠેર ઠેર બોમ્બ સ્કોર્ડ સાથે પોલીસ ચેકીંગ
પ્રતિકાત્મક ફોટો

ગુજરાતભરમાં પોલીસ અને સુરક્ષા એજન્સી ચાંપતી નજર રાખી રહી છે અને ખાસ કરીને કચ્છ અને દરિયાઇ પટ્ટી પર એજન્સીને સતર્ક રહેવાનાં આદેશો આપવામા આવ્યા છે. ત્યારે પૂર્વે પણ મોટા આતંકી હુમલાનું ભાગ બનેલા અમદવાદમાં પણ પોલીસે તકેદારીનાં ભાગ રૂપે પોલીસ દ્વારા રેલવે સ્ટેશનમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મુસાફરો અને માલસામાન અંગે ચેકિંગ કરાયું હતું . તો બીજી તરફ શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ચેકીંગ સમયે ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. તો સાથો સાથે જીઆરપી, રેલવે એલસીબી અને આરપીએફની ટીમો પણ ઠેરઠેર ચેકિંગ કરી રહી હોવાની વિગતો સામે આવી રહી છે.

railway station #Article 370 : ગુજરાતમાં તકેદારીને પગલે ઠેર ઠેર બોમ્બ સ્કોર્ડ સાથે પોલીસ ચેકીંગ
પ્રતિકાત્મક ફોટો

આ તરફ શ્રાવણ માસ, સ્વતંત્ર દિવસ અને તાજેતરમાં કલમ 370ને હટાવવાનાં નિર્ણયને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ એલર્ટના પગલે યાત્રાધામ ડાકોરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બોમ્બ સ્કવૉડ દ્વારા ડાકોરના રણછોડજીના નિજ મંદિર અને મંદિર પરિસરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડની સાથે પોલીસ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

checking 1 #Article 370 : ગુજરાતમાં તકેદારીને પગલે ઠેર ઠેર બોમ્બ સ્કોર્ડ સાથે પોલીસ ચેકીંગ
પ્રતિકાત્મક ફોટો

આમ ગુજરાતભરમાં અને ખાસ કરીને મોટા પ્રવાસન અને યાત્રાધામો, તેમજ તેમામ મહાનગરો અને દરિયા કિનારાનાંં સંવેદનશીલ ગણાત વિસ્તરો સહિત પાકિસ્તાની સરહદીય વિસ્તારોમાં પોલીસ અને તમામ સુરક્ષા એજન્સી દ્વારા ચાંપતી નજર રાખવામા આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.