બેદરકારી/ ડીસામાં રોડ પાણીમાં કે પાણીમાં રોડ ? લોકોની સમજ બહાર, પ્રશાસનની મોટી બેદરકારી

રોડ બન્યા ને 60 દિવસ થયા અને રોડ તૂટી ગયો..

Gujarat
IMG 20210726 WA0117 ડીસામાં રોડ પાણીમાં કે પાણીમાં રોડ ? લોકોની સમજ બહાર, પ્રશાસનની મોટી બેદરકારી

 

@ ભરત સુદેશા, મંતવ્ય ન્યુઝ.

 

ડીસા પાલિકાએ બનાવેલ રૂ 92 લાખ નો રોડ 60 દિવસ માં પૂરું..

 

પ્રથમ વરસાદે રોડ પાણી માં…રૂ 92 લાખ પાણીમાં..

 

ચીફ ઓફિસર ત્રણ વખત નિવેદન બદલ્યું..

 

બનાસકાંઠાના વેપારીમથક ડીસા શહેરમાં બે મહિના પહેલા જ રૂ 92 લાખના ખર્ચે બનાવવામાં આવેલો રોડ સામાન્ય વરસાદમાં જ ઉખડી ગયો હોવાની ઘટના સામે આવી છે. નવીન બનેલા મુખ્ય માર્ગ નો ડામર ઉખાડી જતા કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે ….

ડીસા શહેરમાં બે મહિના પૂર્વે જ બનાવવામાં આવેલ મુખ્ય માર્ગનો ડામર સામાન્ય વરસાદમાં ઉખડી જતા વાહનચાલકો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના હાર્દ સમા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી 90 લાખ ઉપરાંત ના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો છે જો કે આ રોડ બની રહ્યો હતો તે સમયે હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાનું નગરસેવક અને જાગૃત લોકો એ ફરિયાદ કરી હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશોએ આ બાબતે આંખ આડા કાન કર્યા હતા. નગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ પાલિકાના જ સદસ્યો એ આ રોડ ના કામમાં ગેરરીતિ મામલે સવાલ ઉઠાવ્યા હતા તેમ છતાં પણ ભ્રષ્ટાચાર માં ડૂબેલા સત્તાધીશોએ ફરિયાદ ને ધ્યાને ન લેતા આખરે સામાન્ય વરસાદમાં જ આ રોડનો ડામર ઉઠી રહ્યા છે ત્યારે નગરસેવક વિજય દવે એ જણાવ્યું હતું કે હલકી ગુણવત્તા કામ થતા રોડ ઉખાડી ગયો, મેં જનરલ બોર્ડ માં રજુઆત કરી હતી.

જોકે સામાન્ય વરસાદમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ઉખડી ગયો હોવા છતાં પણ ઓફિસર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેમ કેમેરા સામે જણાવી રહ્યા છે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે આ રોડ ગેરરીતિ ને કારણે નહીં પરંતુ રોડ નીચે રહેલી પાઇપલાઇન લીકેજ થવાના કારણે તૂટી ગયો છે.

ડીસા પાલિકા દ્વારા રૂ 92 લાખના ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને વિનય કન્ટ્રક્શન કંપનીને કામ આપવામાં આવ્યું હતું જોકે આ તમામ બાબત હાલ ચીફ ઓફિસર છુપાવી રહ્યા છે અને કામ 25 લાખમા થયું હોવાનું જુઠાણું ચલાવી રહ્યા છે અને સાચી વિગત છુપાવી રહ્યા છીએ.ત્યારે જોવાનું એ છે કે આટલી મોટી ગેરનીતી બાબત એ તપાસ થશે કે કેમ તે જોવાનું રહ્યું..

  • ડીસા ના હાર્દસમાં રોડનું કામ વર્ષો બાદ શરૂ થયું..
  • વર્ષોથી નગરજનો રોડ ની જોઈ રહ્યા હતા રાહ..
  • રોડ બન્યા ને 60 દિવસ થયા અને રોડ તૂટી ગયો..
  • પ્રથમ વરસાદે રોડ પર ગાબડાં..
  • ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી રહ્યું રોડ રૂ 25 લાખના ખર્ચે બન્યું .
  • બીજી વાર પૂછ્યા કહ્યું રૂ 42 લાખના ખર્ચ એ બન્યું .
  • અને ફરી ત્રીજી વખત પૂછતાં રોડ રૂ 92 લાખ ના ખર્ચે બન્યું..
  • રોડ કઈ કંપની ને સોંપાયું એ પણ ચીફ ઓફિસર એ વારંવાર નિવેદન ફેરવ્યું..
  • અને છેલ્લે વિનય કન્ટ્રક્શન કંપનીએ બનાવ્યું હોવાની કબૂલાત કરી…
  • કેમ ચીફ ઓફિસર ને જૂઠ બોલવું પડ્યું..
  • ચીફ ઓફિસર ના નિવેદનો બાદ શહેરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ..
  • રાજકીય નેતાઓ અને પાલિકા ના કર્મચારી ભાગીદાર હોવાના કારણે સાચી વાત છુપાવી હોવાની વાત ચર્ચામાં..