Virat Achievements/ વર્લ્ડ કપમાં સદી સાથે વિક્રમોની અનોખી વણઝાર રચતો કોહલી

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારવા દરમિયાન વિક્રમોની અનેક વણઝાર રચી દીધી છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં 97 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારી અણનમ 103 રન કરી વન-ડે કારકિર્દીની 48મી સદી ફટકારી હતી.

Top Stories Sports
Virat Achievement વર્લ્ડ કપમાં સદી સાથે વિક્રમોની અનોખી વણઝાર રચતો કોહલી

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારવા દરમિયાન વિક્રમોની અનેક વણઝાર રચી દીધી છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં 97 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારી અણનમ 103 રન કરી વન-ડે કારકિર્દીની 48મી સદી ફટકારી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 78મી સદી ફટકારી હતી. આ દરમિયાન કોહલીનો સ્ટ્રાઇક રેટ 106.19 હતો.

આમ કોહલી તેંડુલકરની વન-ડેમાં 49 સદીના રેકોર્ડથી એક જ સદી દૂર છે. કોહલીએ આ સાથે વર્લ્ડ કપમાં ત્રીજી સદી ફટકારી છે. તેણે આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી. આ પહેલા વિરાટે 2015માં પાકિસ્તાન સામે એડીલેડ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી. તેના પહેલા તેણે 2011માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.

વિરાટે આ સદી સાથે પૂણેમાં વન-ડેમાં 500 રન પૂરા કર્યા છે. ભારતના એક જ મેદાન પર સૌથી વધુ રનના મામલે તે હવે બીજા સ્થાને આવી ગયો છે. કોહલીના વિશાખાપટ્ટનમમાં 587 અને પુણેમાં 551 રન છે. તેંડુલકરના બેંગ્લોરમાં 534 અને ગ્વાલિયરમાં 529 રન છે. જ્યારે કોલકાતામાં 496 રન છે.

બાંગ્લાદેશ સામે 77મો રન કરવા દરમિયાન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26 હજાર રન પૂરા કર્યા હતા. હવે તેનાથી આગળ સચીન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને સંગાકારા છે. તેણે શ્રીલંકાના જયવર્દનેને વટાવી દીધો છે.

તેણે આ મેચમાં સદી ફટકારી ભારતીય બેટસમેન શિખર ધવનના રેકોર્ડની બરોબરી કરી હતી. ભારત માટે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનારા બેટ્સમેનોની યાદીમાં તે સંયુક્ત રીતે ચોથા ક્રમે પહોંચી ગયો છે. રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધુ સાત સદી સાથે ટોચ પર છે. સચીન તેંડુલકરના નામે છ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે ચાર સદી છે. ધવન-કોહલી ત્રણ-ત્રમ સદી સાથે ચોથા સ્થાને છે.


whatsapp ad White Font big size 2 4 વર્લ્ડ કપમાં સદી સાથે વિક્રમોની અનોખી વણઝાર રચતો કોહલી


 

આ પણ વાંચોઃ Child Drowned/ અમરેલી: ખાંભાના સમઢીયાળ ગામમાં ડૂબતા પુત્રને બચાવવા જતા પિતા-પુત્રીના થયા મોત

આ પણ વાંચોઃ Virat Kohli-Wide/ કોહલી રમતો હતો ત્યારે અમ્પાયરે વાઇડ કેમ ન આપ્યો, ચોરે અને ચૌટે ચર્ચા

આ પણ વાંચોઃ Corruption/ ભારતીય ટીમના આ પૂર્વ કેપ્ટન વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ!