Not Set/ રાફેલ ડીલ પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદનાં ખુલાસા બાદ થઇ અગત્યની આ 5 ઘટના

નવી દિલ્લી, રાફેલ વિમાન ડીલમાં ‘ઓફસેટ પાર્ટનર’નાં સંદર્ભમાં ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદે સ્ટેટમેન્ટ બાદ કોંગ્રેસ પીએમ મોદી પર હમલો કરી રહી છે કે હવે સાબિત થઇ ગયું કે ચોકીદાર જ અસલી ગુનેગાર છે. ફાંસીસી મીડિયા મુજબ ઓલાંદે કથિતરૂપે કહ્યું હતું કે ભારત સરકારે 58,000 કરોડ રૂપિયાની રાફેલ વિમાન ડીલમાં ફ્રાન્સની વિમાન બનાવનારી કંપની દસોલ્ટ […]

Top Stories India Politics
modihollande રાફેલ ડીલ પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદનાં ખુલાસા બાદ થઇ અગત્યની આ 5 ઘટના

નવી દિલ્લી,

રાફેલ વિમાન ડીલમાં ‘ઓફસેટ પાર્ટનર’નાં સંદર્ભમાં ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદે સ્ટેટમેન્ટ બાદ કોંગ્રેસ પીએમ મોદી પર હમલો કરી રહી છે કે હવે સાબિત થઇ ગયું કે ચોકીદાર જ અસલી ગુનેગાર છે. ફાંસીસી મીડિયા મુજબ ઓલાંદે કથિતરૂપે કહ્યું હતું કે ભારત સરકારે 58,000 કરોડ રૂપિયાની રાફેલ વિમાન ડીલમાં ફ્રાન્સની વિમાન બનાવનારી કંપની દસોલ્ટ એવિએશનનાં ઓફસેટ પાર્ટનર તરીકે રિલાયન્સ ડીફેન્સનું નામ આપવામાં આવ્યું હતું અને આવામાં ફ્રાન્સ પાસે કોઈ વિકલ્પ હતો નહી. એમનાં આ ખુલાસા બાદ રક્ષા મંત્રાલય તરફથી જે સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓલાંદનાં સ્ટેટમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે અને એમ પણ જણાવ્યું છે કે વ્યાપારિક ડીલમાં સરકારની કોઈ ભૂમિકા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ દેશને દગો આપ્યો છે.

rahul રાફેલ ડીલ પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદનાં ખુલાસા બાદ થઇ અગત્યની આ 5 ઘટના
In Rafeal deal, after the revelation of Francois Hollande these important things happened

રાફેલ ડીલને લઈને ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનાં ખુલાસા બાદ હવે દસોલ્ટ એવિએશન કંપનીએ આ મામલે એક સ્ટેટમેન્ટ આપ્યું છે.કંપનીએ કહ્યું કે, આ બંને સરકાર વચ્ચે ડીલ થઇ છે.આ સિવાય ઓફસેટ પાર્ટનર પસંદ કરવા માટે અલગ ડીલની જોગવાઈ છે.

રાફેલ ડીલને લઈને ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનાં ખુલાસા બાદ ફ્રાન્સે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ફ્રાન્સ સરકાર ફ્રેંચ કંપની દ્વારા પસંદ કરવામાં આવેલી અથવા પસંદ થનારી કોઇપણ ભાગીદાર ભારતીય કંપનીની પસંદગીમાં શામેલ નથી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ પર હમલો બોલાવ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, પીએમ મોદીએ દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સૈનિકોના લોહીનું અપમાન કર્યું છે.

દિલ્લીના સીએમ કેજરીવાલ પણ મોદી પર હમલો બોલાવી રહ્યા છે. કેજરીવાલે ઘણાં ટ્વીટ કરીને મોદી સરકાર પર હમલો બોલાવ્યો છે અને આ મામલે ત્રણ સવાલ પણ પૂછ્યા છે.

રાફેલ ડીલને લઈને ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનાં ખુલાસા બાદ એક વધુ ચોકાવનારી વાત સામે આવી છે. યુપીએ સરકાર જયારે પહેલીવાર ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન સાથે રાફેલ વિમાનની ખરીદીને લઈને વાતચીત કરી રહી હતી ત્યારે હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ (HAL) અને દસોલ્ટ એવિએશન કંપની વચ્ચે ભારતમાં આ જંગી વિમાનોનાં ઉત્પાદનને લઈને ગંભીર મતભેદ હતા.