Ahmedabad/ તમારા CCTV નો સમય અને તારીખ ચોક્કસ રાખજો, નહી તો તમારો સમય બદલાઇ જશે

ચોક્કસ તારીખ અને સમય નહી હોય તો પોલીસ કરશે કાયદાકીય કાર્યવાહી…. અમદાવાદ શહેરમાં સુરક્ષામાં વધારો થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા CCTV ને અનુલક્ષીને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad Gujarat
sssss 65 તમારા CCTV નો સમય અને તારીખ ચોક્કસ રાખજો, નહી તો તમારો સમય બદલાઇ જશે

@વિશાલ મેહતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરમાં સુરક્ષામાં વધારો થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા CCTV ને અનુલક્ષીને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના આધારે શહેરની પોલીસે સીસીટીવીનાં સમય અને તારીખ ચેક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, તમામ સીસીટીવી ધારકોએ પોતાના સીસીટીવીનાં સમય અને તારીખ ભારતીય માનક સમય પ્રમાણે સેટ કરવાના રહેશે. જો પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાનાં સમય અને તારીખ ભારતીય માનક સમય પ્રમાણે ચોક્કસ નહીં હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનરનાં જાહેરનામાનાં અનુસંધાને વસ્ત્રાપુર પોલીસે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ધારકોનાં ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. અને તમામને સીસીટીવી કેમેરાનાં સમય અને તારીખ ચોક્કસ રાખવા માટે સૂચના પણ આપી હતી.

સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે ક્યારેક કોઇ ઘટના કે દુર્ઘટનાઓ બને છે ત્યારે CCTV નાં ફૂટેજને જોવા માટે પોલીસ પહોંચી જાય છે પરંતુ ઘણા કિસ્સામાં CCTV માં તારીખ અથવા સમય ચોક્કસ ન હોવાના કારણે આરોપીને સીધો ફાયદો થઇ જાય છે. આવુ આવતા ભવિષ્યમાં ન બને તે માટે શહેરનાં પોલીસ કમિશ્નરે કડક વલણ અપનાવ્યુ છે. ઘણીવાર એવુ બનતુ હોય છે કે માત્ર CCTV ફૂટેજમાં સમય અલગ હોવાથી આરોપી કોર્ટમાંથી નિર્દોશ છૂટી જાય છે અને ન્યાયનો દરવાજો ખખડાવતા લોકોને અન્યાય થાય છે. આવી ઘણી બાબતો છે જેને લઇને હવે ખાસ કરીને શહેરની પોલીસે કડક વલણ અપનાવ્યુ છે. પોલીસનાં કડક વલણથી લાગી રહ્યુ છે કે જે લોકો પોતાના CCTV નાં સમય-તારીખને માનક સમય પ્રમાણે સેટ નહી કરે તેનો સમય બદલાય તો નવાઇ નહી.

Ahmedabad: નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લીધુ ભયાનક સ્વરૂપ, ઉશ્કેરાયેલા

Ahmedabad પૈસાની ઠગાઈ કરતો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી ઝડપાયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો