Not Set/ બાવળા/ ખેડૂતે ઝેર ગટગટાવી કરી આત્મહત્યા, અહીં જાણો સ્યુસાઈડનું કારણ

બાવળામાં ખેડૂત દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સારવાર દરમિાન ખેડૂતનું મોત નીપજ્યું છે. બાવળાનાં આ ખેડૂતે પોતાની એક જમીન વેચીને બીજી જમીન ખરીદી હતી. અને માટે  તેને રૂપિયા 35 લાખ રોકડા ચૂકવી આપ્યા હતા. છતાંય તેમની ખરીદેલી જમીનની માલિકી હક્ક તેમને મળ્યા હતા નહી. જુના માલિકો જમીન આપવા માટે તૈયાર જ […]

Top Stories Gujarat Others
winter 4 બાવળા/ ખેડૂતે ઝેર ગટગટાવી કરી આત્મહત્યા, અહીં જાણો સ્યુસાઈડનું કારણ

બાવળામાં ખેડૂત દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સારવાર દરમિાન ખેડૂતનું મોત નીપજ્યું છે. બાવળાનાં આ ખેડૂતે પોતાની એક જમીન વેચીને બીજી જમીન ખરીદી હતી. અને માટે  તેને રૂપિયા 35 લાખ રોકડા ચૂકવી આપ્યા હતા. છતાંય તેમની ખરીદેલી જમીનની માલિકી હક્ક તેમને મળ્યા હતા નહી.

જુના માલિકો જમીન આપવા માટે તૈયાર જ નહતા. જ્યારે પણ આ ખેડૂત કે તેનો પરિવાર જમીન માટે જતો ત્યારે તેમને માર મારતા અને અપશબ્દો પણ બોલતા હતાં. આ બધાથી કંટાળીને ખેડૂતે અંતિમ પગલુ આત્મહત્યા નું ભર્યું છે. આ ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ સારવારમાં તેનું મોત નીપજ્યું છે.

આ ખેડૂત પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં ખેડૂતે તેના પર અત્યાચાર કરતાં તમામના નામ નો ઉલ્લેખ કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મૃતક પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે જૂની જમીન વેચી છે અને નવી જમીન ના પૈસા પણ ચૂકવી દીધા છે.  પરંતુ નવી જમીન ના માલિક પાસેથી અમને નવી જમીનના કોઈ હક્ક મળ્યા નથી.  દસ્તાવેજમાં પણ અમારું નામ છે. અમારા ઘરની મહિલાઓ ત્યાં જાય તો પણ તેમને મારે છે. આ ઉપરાંત તે લોકોએ 35 લાખ રૂપિયાની પણ છેતરપિંડી કરી છે. આ અંગે અમે પોલીસ પાસે પણ ગયા હતાં, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે હાથ ઉપર કરીને કહી દીધું કે, જમીનનાં મામલામાં અમે કંઇ જ ન કરી શકીએ,જમીનનો મામલો છે માટે તમારે મામલતદાર પાસે જવું પડશે.

આ ખેડૂતે ઝેરી દવા પીધા બાદ જ્યારે પરિવારજનને જાણ થઇ ત્યારે તરત તેમણે 108ને બોલાવી હતી. આ દરમિયાન તેમણે મૃતકનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં મૃતક કહી રહેલા સંભળાય છે કે, ‘આ લોકોએ મારી સાથે ખોટું કર્યું છે. મેં ચીઠ્ઠી લખી છે પરંતુ બોલી શકું તેમ નથી. ચીઠ્ઠીમાં નિર્દોષનાં નામ પણ લખ્યા છે અને જેમણે મારૂં કરી નાંખ્યું તેવા આરોપીઓના નામ લખ્યા છે.’

‘ન્યાય નહીં મળે ત્યાં સુધી અંતિમ વિઘિ નહીં’મૃતક ખેડૂતે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મારી અંતિમવિધિ ન કરશો. એટલે પરિવારે પણ કહ્યું છે કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાઇ ત્યાં સુધી અમે ખેડૂતની અંતિમવિધિ નહીં કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.