Not Set/ કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી-ડોન બ્રેડમેન, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કને પાછળ છોડી દીધા

નાગપુરમાં રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારીને કેટલાંક જુના રેકર્ડ બ્રેક કર્યા તો કેટલાંક નવાં રેકર્ડ બનાવ્યા છે. વિરાટ કોહલીએ 213 રનની ઇનિંગ રમીને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ડોન બ્રેડમેન, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કને પાછળ છોડી દીધા છે. આ […]

Top Stories
virat kohli century કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી-ડોન બ્રેડમેન, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કને પાછળ છોડી દીધા

નાગપુરમાં રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારીને કેટલાંક જુના રેકર્ડ બ્રેક કર્યા તો કેટલાંક નવાં રેકર્ડ બનાવ્યા છે. વિરાટ કોહલીએ 213 રનની ઇનિંગ રમીને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ડોન બ્રેડમેન, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કને પાછળ છોડી દીધા છે. આ ત્રણેયના નામે કેપ્ટન તરીકે 4-4 બેવડી સદી નોંધાયેલી છે. જ્યારે કોહલીએ કેપ્ટન તરીકે કમાલ કરીને વેસ્ટઇન્ડીજના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાના રેકર્ડ સાથે સરખામણી કરી છે. હવે કોહલી અને લારા 5-5 બેવડી સદી સાથે ટોપ પર છે અને કોહલી હજી એક બેવડી સદી નોંધાવીને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી નોંધાવવાનો રેકર્ડ પોતાના નામે કરી લેશે. આજની બેવડી સદી સાથે કોહલીએ એક અન્ય રેકર્ડ પણ નોંધાવ્યુ છે તે એક વર્ષમાં સૌથી વધુ 10 સદી બનાવનાર ક્રિકેટર બની ગયો છે. તેની પહેલા આ રેકર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે હતો જેણે કેપ્ટન તરીકે 2005માં એક જ વર્ષમાં સૌથી વધુ 9 સદી નોંધાવી હતી. જોકે દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથે પણ આ જ વર્ષમાં 9 સદી નોંધાવી હતી. આમ કોહલીએ પોન્ટિંગનો રેકર્ડ પણ બ્રેક કર્યો છે અને ગ્રીમ સ્મિથને પણ પાછળ છોડી દીધો છે. આજની સદી સાથે જ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 51 સદી પણ નોંધાવી છે અને તે હવે માત્ર સચિનથી પાછળ છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બન્ને ફોર્મેટમાં મળીને સદીઓની સદી નોંધાવેલી છે. આમ ડોન બ્રેડમેન, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કના રેકર્ડ તોડવાની સાથે જ કોહલીએ ઘણા નવા રેકર્ડ પણ પોતાના નામે નોંધાવ્યા છે. તેણે ભારત તરફથી સૌથી વધુ બેવડી સદી ફટકારનાર રાહુલ દ્રવિડની બરાબરી કરી છે. દ્રવિડે 164 ટેસ્ટ મેચોમાં 5 બેવડી સદી નોંધાવી છે જ્યારે કોહલી 62 મેચ રમીને આ રેકર્ડ સુધી પહોચ્યો છે. કોહલી હવે ભારતના સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગથી પાછળ છે જેમના નામે 6-6 બેવડી સદી નોંધાયેલી છે. સચિને 200 ટેસ્ટ મેચમાં અને સહેવાગે 104 ટેસ્ટ મેચમાં આ બેવડી સદીઓ નોંધાવી છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 12 બેવડી સદી સાથે ડોન બ્રેડમેન પ્રથમ અને 11 બેવડી સદી સાથે શ્રીલંકાનો કુમાર સંગાકારા બીજા ક્રમે છે.