Ahmedabad/ ફરી મહેકી માનવતા, ઘાયલ વાંદરાના બચ્ચાંને વ્હારે આવ્યું એનિમલ કેર

ફરી મહેકી માનવતા, ઘાયલ વાંદરાના બચ્ચાંને વ્હારે આવ્યું એનિમલ કેર

Ahmedabad Gujarat
kapas 22 ફરી મહેકી માનવતા, ઘાયલ વાંદરાના બચ્ચાંને વ્હારે આવ્યું એનિમલ કેર

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

આજે માણસ જ માણસ નો દુશ્મન બની બેઠો છે, ત્યાં પશુ પક્ષી માટે માનવતાની મહેક  ક્યાંથી હોય..? ત્યારે આજ રોજ અમદાવાદના એક વિસ્તારમાં જીવદયા પ્રેમી એ એક મોટી મિશાલ આપી છે.

અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે વાંદરાનું બચ્ચું સાંકળી જગ્યામાં ફસાઈ ગયો હોવાની ઘટના બની હતી. જોકે સ્થાનિક લોકોએ આ અંગે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરતા આ સંસ્થાએ વાંદરાના બચ્ચાંને બચાવી લીધો હતો.

અમદાવાદમાં અવારનવાર વાંદરાઓ અનેક વિસ્તારોમાં જોવા મળતા હોય છે તેમજ ઉત્તરાયણના તહેવારમા પણ અનેક પક્ષીઓ દોરીના કારણે ઇજાઓ થતી હોય છે ત્યારે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇજાગ્રસ્ત વાંદરાના બચ્ચાંને બચાવી તેની સારવાર માટે બોડકદેવ ખાતે આવેલા વન ચેતના કેન્દ્રમાં મોકલી દીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…