Ambalal forecast/ ગુજરાતમાં અંબાલાલ પટેલની પણ વરસાદ અંગે આગાહી

ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે ગુજરાતમાં એકાએક ગાયબ થયેલા વરસાદનું જોર ફરી એકવાર દેખાશે. આમ મેઘરાજા ફરીથી ગુજરાતને તરબોળ કરશે.

Top Stories Gujarat
Ambalal Patel ગુજરાતમાં અંબાલાલ પટેલની પણ વરસાદ અંગે આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ અંગે Ambalal Forecast અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે ગુજરાતમાં એકાએક ગાયબ થયેલા વરસાદનું જોર ફરી એકવાર દેખાશે. આમ મેઘરાજા ફરીથી ગુજરાતને તરબોળ કરશે. ગુજરાતમાં મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ કરશે. આ ઉપરાંત તેમણે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. રાજ્યમાં રવિ-સોમ દરમિયાન વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા Ambalal Forecast જણાવ્યું છે કે રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. તેની સાથે તેમણે જણાવ્યુ હતું કે 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં Ambalal Forecast લો પ્રેશર સિસ્ટમ બની છે. તેના લીધે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસ્મા, વડનગર, હારીજ, કડી તથા તેની આસપાસના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિત અનેક સ્થળોએ વરસાદની સંભાવના છે. તેની સાથે ગાંધીનગર, અમદાવાદ અને દહેગામમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય હિંમતનગર, પ્રાંતિજ, બાયડ અને મોડાસામાં વરસાદની સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક ભાગમાં હળવા Ambalal Forecast તો કેટલાક ભાગમાં ઝાપટાં તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આગામી 30 અને 31 તારીખ સુધીમાં બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બનશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. મઘા નક્ષત્રમાં વરસાદ પડવાનો હોવાથી ખેડૂતો માટે સારો રહેશે. સૌરાષ્ટ્રના દરિયકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ઓગસ્ટ માસના અંતિમ બે સપ્તાહમાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે. અલનીનોના કારણે વરસાદ વધતા ઓછા પ્રમાણમાં રહેશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

 

આ પણ વાંચોઃ Vimal Yadav Murder Case/ પત્રકાર વિમલ યાદવ હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી, 4 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચોઃ Chandrayaan 3/ બસ ચંદ્ર પર ઉતરવાનું જ છે ચંદ્રયાન-3, ચંદ્રની શ્રેષ્ઠ તસવીરો અને વીડિયો મોકલ્યા

આ પણ વાંચોઃ Record Rain Deficit/ ઓગસ્ટમાં દેશમાં છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછો વરસાદ

આ પણ વાંચોઃ Railway Monetisation/ રેલવે કોમર્શિયલ ઉપયોગ માટે લીઝ પર જમીન આપશે! 7,500 કરોડ એકત્ર કરવાની યોજના

આ પણ વાંચોઃ પ્રહાર/ લેહમાં રાહુલ ગાંધીએ RSS પર કર્યા પ્રહાર,જાણો શું કહ્યું…