Not Set/ કોરોનાથી રિકવર થયેલા દર્દીના હાડકા લાગ્યા ગળવા, ડોકટરોની વધી ચિંતા

કોવિડ -19 માંથી સ્વસ્થ થયા પછી દર્દીઓમાં એવૈસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે બોન ડેથના કેસો જોવા મળી રહ્યા છે. જેમાં માનવ હાડકાં ઓગળવા માંડે છે.

India
A 59 કોરોનાથી રિકવર થયેલા દર્દીના હાડકા લાગ્યા ગળવા, ડોકટરોની વધી ચિંતા

મ્યૂટેટ થયા બાદ કોરોના વાયરસ જુદા જુદા સ્વરૂપોમાં મનુષ્ય પર હુમલો કરી રહ્યો છે. બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર્માઇકોસિસ પછી હવે બીજી એક નવી સમસ્યા ઉભી થઈ છે. હકીહતમાં, કોવિડ -19 માંથી સ્વસ્થ થયા પછી દર્દીઓમાં એવૈસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે બોન ડેથના કેસો જોવા મળી રહ્યા છે. આ એવી તબીબી સ્થિતિ છે જેમાં માનવ હાડકાં ઓગળવા માંડે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયના રિપોર્ટ મુજબ મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં આ ગંભીર બીમારીના ત્રણ દર્દીઓ વિશે જાણવા મળ્યું છે. જેમણે ડોક્ટરો સામે એક નવી મુશ્કેલી ઊભી કરી છે. બોન ડેથ અને બ્લેક ફંગસ પાછળ સ્ટેરોઈડનો ઉપયોગ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણથી રિકવરી માટે અનેક દર્દીઓને સ્ટેરોઈડ્સ આપવામાં આવે છે.

A 60 કોરોનાથી રિકવર થયેલા દર્દીના હાડકા લાગ્યા ગળવા, ડોકટરોની વધી ચિંતા

આ પણ વાંચો :સૂર્યપ્રકાશથી દુર ભાગતા લોકોમાં કેન્સરની સંભાવના વધારે હોય છે, અધ્યયનનો દાવો

હોસ્પિટલમાં 40થી ઓછી ઉંમરના 3 દર્દીઓ આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. મળતી માહિતી મુજબ કોરોનાથી રિકવર થયાના બે મહિના બાદ દર્દીઓમાં આ બોન ડેથના લક્ષણો જોવા મળ્યા છે. મેડિકલ ડોક્ટર સંજય અગ્રવાલે જણાવ્યું કે ત્રણેય દર્દીઓ ડોક્ટર હતા અને તેમનામાં સૌથી પહેલા જાંઘના હાડકાના દુખાવાની ફરિયાદ જોવા મળી હતી. જેની તપાસ બાદ બોન ડેથ બીમારી જાણવા મળી.

મેડિકલ જર્નલ બીએમજે કેસ સ્ટડિઝમાં એવેસ્કુલર નેક્રોસિસ બીમારી પર એક સંશોધન પણ પ્રકાશિત થયુ છે. આ સિવાય બીજા ડોક્ટર્સે પણ એવેસ્કુલર નેક્રોસિસના કેસ જોવા મળ્યા હોવાની કબૂલાત કરી છે.

A 61 કોરોનાથી રિકવર થયેલા દર્દીના હાડકા લાગ્યા ગળવા, ડોકટરોની વધી ચિંતા

આ પણ વાંચો : કોરોના રસી કેન્સર પીડિતોને આપી શકે છે મોટી રાહત

જર્નલમાં પ્રકાશિત લેખમાં પણ જણાવાયુ છે કે, કોરોનાની સારવાર દરમિયાન કોર્ટિકોસ્ટેરોઈડ્સ પ્રીડનીસોલોનનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે એવેસ્કુલર નેક્રોસિસના કેસ હવે સામે આવી રહ્યા છે.

ડોક્ટરોએ જણાવ્યું કે જે દર્દીઓમાં લાંબા સમય સુધી કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે અને તેમની સારવારમાં સ્ટેરોઈડ્સનો ઉપયોગ થયો છે તેમનામાં આ બીમારીના લક્ષણોનું જોખમ વધી જાય છે. ડોક્ટરે જણાવ્યું કે સ્ટેરોઈડ્સના ઉપયોગના 1-2 મહિના બાદ આ બીમારીના નવા કેસ સામે આવી શકે છે કારણ કે સ્ટેરોઈડ્સની અસર 5થી 6 મહિના બાદ જોવા મળે છે. તેમણે કહ્યું કે કોરોનાની  બીજી લહેરને પહોંચી વળવા માટે દર્દીઓમાં મોટા પાયે સ્ટેરોઈડ્સનો ઉપયોગ થયો છે.

આ પણ વાંચો :જેફ બેઝોસ આજે એમેઝોનના સીઈઓનું પદ છોડશે, જાણો હવે શું કરશે ?