Not Set/ આ શહેરમાં દારૂ માણસો નહિ પરંતુ ઉંદરો કરી ગયા સાફ…

પટના બિહારમાં કૈમૂર જીલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં માણસો કરતા વધારે ઉંદરને દારૂ પીવાની ટેવ વધારે પડી ગઈ છે. આ દારૂના લીધે ઉંદરના લીવર પર પણ અસર પડી શકે છે જેના લીધે તેમનું મૃત્યુ પણ થઇ શકે છે. આ ઉંદરોને દેશી, વિદેશી, બીયર કે બ્રાન્ડીમાં કોઈ ફર્ક નથી દેખાતો તેઓ તો માત્ર  દારૂ પીતા […]

Top Stories India Trending
mice partying1 આ શહેરમાં દારૂ માણસો નહિ પરંતુ ઉંદરો કરી ગયા સાફ...

પટના

બિહારમાં કૈમૂર જીલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં માણસો કરતા વધારે ઉંદરને દારૂ પીવાની ટેવ વધારે પડી ગઈ છે. આ દારૂના લીધે ઉંદરના લીવર પર પણ અસર પડી શકે છે જેના લીધે તેમનું મૃત્યુ પણ થઇ શકે છે. આ ઉંદરોને દેશી, વિદેશી, બીયર કે બ્રાન્ડીમાં કોઈ ફર્ક નથી દેખાતો તેઓ તો માત્ર  દારૂ પીતા જ જાય છે. કૈમૂર જીલ્લામાં આવેલ દારૂના ગોડાઉનમાંથી આશરે ૨૦૦ કેન ગાયબ થઇ ગયા છે.

સ્થાનિક અધિકારીઓએ દારૂના કેન અચાનક ગાયબ થઇ જતા ઉંદરો પર આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે બિહારમાં વર્ષ ૨૦૧૬ એપ્રિલથી દારૂબંધી લાગુ છે.

બિહારમાંથી જો દારૂ કે બીયર મળી આવે તો તેને પોલીસ અધિકારી દ્વારા જપ્ત કરીને ભંડારગૃહમાં રાખવામાં આવે છે.

એસડીએમ કુમારી અનુપમા સિંહે આ મામલે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે આ પરાક્રમ ઉંદરોએ કર્યું છે. ગોડાઉનમાં આશરે ૬ થી ૭ કાર્ટન હતા જયારે હાલ તે પુરેપુરા ખાલી છે.

કૈમૂરના ડીએમ નવલ કિશોર ચૌધરીએ પણ આ મામલા પાછળ ઉંદરોને દોષી જાહેર કર્યા છે. તેમણે કીધું કે બીયરના કેન ઉંદરોએ દાંતથી તોડ્યા છે. જો કોઈ માણસે આ કામ કર્યું હોય તો તે કેનને આવી રીતે ન ખોલત.ગોડાઉનમાં ઘણા કેન ગાયબ હતા તો ઘણામાં ઉંદરોના દાંતના નિશાન હતા. ઘણી બિયરની બોટલ ગાયબ પણ હતી.

જીલ્લા અધિકારી પ્રદીપ કુમારે કહ્યું હતું કે આ કામ ઉંદરોએ જ કર્યું છે તેવું અત્યારે કહેવું એ ઉતાવળ કહેવાશે.

પટનામાં જુલોજીક્લ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિક ગોપાલ શર્માએ જણાવ્યું હતું કે આ કામ ઉંદરોએ કર્યું હોય તે સંભવ છે કદાચ ઉંદરોને પીવા માટે પાણી ન મળ્યું હોય અને તરસ બુજાવવા માટે તેમણે ક્યારેક દારૂ પી લીધું હોય.પરંતુ તે આ વાત સાથે સહમત નથી થતા તેમના કહેવા પ્રમાણે ઉંદરો ૧૦૦ લીટર દારૂ ના પી શકે.

તો બીજી તરફ બિહાર અને ઝારખંડના નિવૃત્ત મુખ સચિવ વીએસ દુબેએ કહ્યું કે અધિકારીઓએ પોતે જ દારૂ પી લીધો છે અથવા તો વેચી દીધો છે અને આરોપ ઉંદર પર લગાવે છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પટનામાંથી આશરે ૯ લાખ લીટર દારૂ  દારૂ ઉંદર દ્વારા પી ગયા હોવાની ઘટના સામે આવી હતી.