Not Set/ જમ્મુ કાશ્મીર મામલે યુએન સુરક્ષા પરિષદની બંધ બારણે મીટીંગ 

દિલ્હી, કાશ્મીરમાં કલમ  370 હટાવ્યા બાદ પાકિસ્તાને આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. પાકિસ્તાનના નિકટના સાથી દેશો ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ને આ મુદ્દે મીટીંગ યોજવા તાકીદ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ બેઠક શુક્રવારે સવારે 10 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સાડા સાત વાગ્યે) શરૂ થશે. હવે સવાલ એ ઉભો થાય છે કે વિશ્વના […]

Top Stories India
aaam 7 જમ્મુ કાશ્મીર મામલે યુએન સુરક્ષા પરિષદની બંધ બારણે મીટીંગ 

દિલ્હી,

કાશ્મીરમાં કલમ  370 હટાવ્યા બાદ પાકિસ્તાને આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. પાકિસ્તાનના નિકટના સાથી દેશો ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ને આ મુદ્દે મીટીંગ યોજવા તાકીદ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ બેઠક શુક્રવારે સવારે 10 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સાડા સાત વાગ્યે) શરૂ થશે. હવે સવાલ એ ઉભો થાય છે કે વિશ્વના સૌથી મોટા રાજદ્વારી મંચ પર અનૌપચારિક મીટિંગનો અર્થ શું છે?

ચીને સંયુક્ત રાષ્ટ્રની કાર્યસૂચિ આઇટમ ‘ઈન્ડિયા પાકિસ્તાન ક્વેશ્ચન’ હેઠળ આ બેઠકની દરખાસ્ત કરી હતી. આવી મીટીંગ જાહેરમાં લેવામાં આવતી નથી. બંધ ઓરડામાં ગુપ્ત મંત્રણા થાય છે. મીટિંગમાં શું ચર્ચાઓ થઇ તેનો કોઈ રેકોર્ડ નથી. યુએન સુરક્ષા પરિષદના સભ્યો વચ્ચે પરામર્શ માટે આવી અનૌપચારિક બેઠકો યોજાય છે. જેને પ્રસારિત કરવામાં નથી આવતી. પત્રકારોને પણ તેને કવર કરવાની મંજૂરી નથી.

સંયુક્ત રાષ્ટ્રના રેકોર્ડ અનુસાર, 1964-65 માં, એજન્ડા આઇટમ ‘ઈન્ડિયા પાકિસ્તાન ક્વેશચન’ અંતર્ગત, સુરક્ષા પરિષદની જમ્મુ-કાશ્મીર ક્ષેત્ર પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદ પર બેઠક થઈ. 16 જાન્યુઆરી, 1964 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિએ પરિષદના પ્રમુખને પત્ર લખ્યો હતો અને તાત્કાલિક બેઠક માટે વિનંતી કરી હતી. ભારતે પાકિસ્તાનની અપીલને પ્રોપેગેંડા ગણાવી હતી.

1969-71 ની વચ્ચે, બીજી એજન્ડા આઇટમ, ‘ભારત -પાકિસ્તાન ઉપખંડમાં સ્થિતિ અંતર્ગત કાશ્મીરનો મુદ્દો યુએન સામે ઉઠાવવામાં આવ્યો. તે પછી 1972 ના સિમલા કરારમાં, ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય વાટાઘાટ દ્વારા વિવાદિત મુદ્દાને હલ કરવાની વાત કરી હતી. આ કરારમાં, ત્રીજા દેશની કોઈપણ મધ્યસ્થાને નકારી કાઢવામાં આવી હતી. ત્યારથી, જ્યારે પણ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો યુએન સામે ઉઠાવ્યો, ત્યારે ભારતે હંમેશા તેને સિમલા કરારની યાદ અપાવી છે.

ભારતના બંધારણની કલમ 370 અને 35 A રદ થયા પછી પાકિસ્તાને યુએનએસસીને કાશ્મીર મુદ્દે બેઠક બોલાવવા માંગ કરી હતી. જમ્મુ અને કાશ્મીરને કલમ 370 અને 35 A ની જોગવાઈઓ હેઠળ વિશેષ રાજ્યનો દરજ્જો હતો. ચીનને બાદ કરતાં સુરક્ષા પરિષદના ચારેય કાયમી સભ્યોએ નવી દિલ્હીના વલણને સીધો સમર્થન આપ્યું છે કે આ વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. અમેરિકાએ એમ પણ કહ્યું છે કે કાશ્મીરને લઈને તાજેતરના વિકાસએ ભારતનો આંતરિક મુદ્દો છે.

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની દ્વીપક્ષીય બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાનો નિર્ણય ભારતની આંતરિક બાબત છે. બંધારણની અસ્થાયી કલમને હટાવવાની દેશની સૌથી મહત્વની બાબત હતી.

પાકિસ્તાનના પત્ર પછી, ચીને બુધવારે કાઉન્સિલની અનૌપચારિક પરામર્શ દરમિયાન આ સંદર્ભે વિનંતી કરી હતી. ચીન ઇચ્છે છે કે ગુરુવારે આ મુદ્દા પર ચર્ચા થાય, પરંતુ પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ આ દિવસે કોઈ બેઠક યોજાવાની નથી, તેથી શુક્રવારે બેઠક યોજાઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.