Not Set/ Asian Games નાં ૧૪માં દિવસે બોક્સિંગ અને સ્ક્વોશ માટે થશે ગોલ્ડ મેડલની જંગ

ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં ચાલી રહેલાં ૧૮માં Asian Games નો આજે શનિવારે ૧૪મો દિવસ છે. આજે ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતવાનો એક મજબૂત મોકો છે. બોક્સિંગમાં અમિત પંઘલ પુરુષના ૪૯ કિલોગ્રામ વજનની કેટેગરીમાં ફાઈનલ મેચમાં પહોચી ગયા છે. આજે એમનો મુકાબલો ઉજબેકિસ્તાનના હસનબોય સાથે થશે. અમિત પંઘલ સેમીફાઈનલમાં ફિલીપીન્સના પાલમ કાર્લોને ૩ – 2 થી હરાવીને […]

Top Stories India Trending Sports
Gold medal wins for boxing and squash on 14th day of Asian Games

ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં ચાલી રહેલાં ૧૮માં Asian Games નો આજે શનિવારે ૧૪મો દિવસ છે. આજે ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતવાનો એક મજબૂત મોકો છે. બોક્સિંગમાં અમિત પંઘલ પુરુષના ૪૯ કિલોગ્રામ વજનની કેટેગરીમાં ફાઈનલ મેચમાં પહોચી ગયા છે.

આજે એમનો મુકાબલો ઉજબેકિસ્તાનના હસનબોય સાથે થશે. અમિત પંઘલ સેમીફાઈનલમાં ફિલીપીન્સના પાલમ કાર્લોને ૩ – 2 થી હરાવીને ફાઈનલમાં પહોચ્યા છે.

ગઈકાલની સેમીફાઈનલ મેચમાં અમિતનું ડીફેન્સ જ એમને વધુ સ્કોર કરવામાં મદદ આવ્યું હતું. જયારે બોક્સર વિકાસ કૃષ્ણ ઇજાને કારણે સેમીફાઈનલ મેચમાં રમવા ઉતરી શક્યા ન હતા પરંતુ જો વિકાસ આ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા હોત તો તેઓ એવા પહેલાં મુક્કેબાજ હોત જેમણે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હોય.

જયારે સ્ક્વોશ ગેમમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલ પોતાનાં નામે કરવા માટે હોંગકોંગ સામે લડશે. આ મહિલા ટીમમાં જોશાના ચીન્નપા, દીપિકા પલ્લીકલ, સુનયના કુરુવીલા અને તન્વી ખન્ના છે. આ ટીમ પુલ Bમાં છે અને આજે ફાઈનલ માટે મજબૂત લડત આપશે. જયારે પુરુષ મહિલા સ્ક્વોશ બ્રોન્ઝ માટે સેટલ થઇ હતી.

આ સિવાય આજ ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો બ્રોન્ઝ મેડલ માટે પાકિસ્તાન ટીમ સાથે થશે.જયારે મહિલા હોકી ટીમે ભારતને નામ સિલ્વર મેડલ કર્યું હતું.

હાલ ચાલી રહેલાં ૧૮માં એશિયન ખેલમાં અત્યાર સુધીનાં ભારતનાં કુલ મેડલની સંખ્યા ૬૫ છે. જેમાં 13 ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૨૯ બ્રોન્ઝ મેડલ છે. ભારત મેડલ યાદીમાં આઠમાં સ્થાન પર છે.