Ahmedabad Metro/ ‘બલમ પિચકારી, જો તુને મેટ્રો મેં મારી, 5000 કે દંડ કી હોગી સવારી’

‘બલમ પિચકારી, જો તુને મેટ્રો મેં મારી, તો 5000 કે દંડ કી હોગી સવારી’ આ નવું સૂત્ર છે અમદાવાદ મેટ્રોનું. દીપિકા પાદુકોણનું બલમ પિચકારીવાળું ગીત અમદાવાદ મેટ્રોએ ગંદકી ટાળવા અપનાવેલા નવા સૂત્રમાં ફિટ બેસે છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Metro 'બલમ પિચકારી, જો તુને મેટ્રો મેં મારી, 5000 કે દંડ કી હોગી સવારી'

‘બલમ પિચકારી, જો તુને મેટ્રો મેં મારી, તો 5000 કે દંડ કી હોગી સવારી’ આ નવું સૂત્ર છે અમદાવાદ મેટ્રોનું. દીપિકા પાદુકોણનું બલમ પિચકારીવાળું ગીત અમદાવાદ મેટ્રોએ ગંદકી ટાળવા અપનાવેલા નવા સૂત્રમાં ફિટ બેસે છે. વાસ્તવમાં અમદાવાદ મેટ્રોને સ્વચ્છ રાખવા માટે મેટ્રોના સત્તાવાળાઓએ કમર કસી છે. અમદાવાદ મેટ્રોના સ્ટેશનો પર’બલમોએ’ પિચકારી મારી હોવાના વિડીયો આ્વ્યા પછી સત્તાધીશો જાગ્યા છે. હવે અમદાવાદ મેટ્રોમાં પિચકારી મારનારા આ ‘ બલમો’ને ઇનામના સ્વરૂપમાં પાંચ હજાર રૂપિયાનો જંગી દંડ ફટકારાશે.

તેથી  પિચકારી મારનારા આ બધા ‘બલમોએ’ મેટ્રોમાં બેઠા તો પાનને કે મસાલાને મોઢામાં જાળવી રાખવાની કે થૂંકદાની જોડે રાખવાની ટેવ વિકસાવવી પડશે. ફક્ત પાંચ હજાર રૂપિયાના દંડથી પણ ‘બલમ’નું પૂરુ નથી થવાનું, સત્તાવાળાઓ વધારે ગંભીર થયા તો આ બલમે જેલની હવા પણ ખાવી પડી શકે છે.  આ ઉપરાંત અમદાવાદ મેટ્રોના કોચ કે સંકુલમાં જે પણ પોસ્ટર ચોંટાડશે તેને છ માસની સજા થશે. આ ઉપરાંત અમદાવાદ મેટ્રોમાં કારણ વગર બેલ કે એલાર્મ વગાડવામાં આવશે તો એક વર્ષની સજા થશે.

આ ઉપરાંત મેટ્રો કોચમાં લખવા પર કે દોરવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.  મેટ્રોની બનાવટી ટિકિટ વેચવા બદલ છ મહિનાની જેલ થશે.  દારૂના નશામાં કે અભદ્ર વર્તન કરવા બદલ કે અન્ય પ્રતિબંધાત્મક પગલું ભરવા બદલ 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો કે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવા દરમિયાન કોઈપણ પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલમાં મોકલવાની જવાબદારી અમદાવાદ મેટ્રોની છે. આ માટે તેણે છ હોસ્પિટલો સાથે સમજૂતીપત્ર પર સહીસિક્કા કર્યા છે અને બીજા દસ સાથે કરવાની છે.