Not Set/ રાજકોટ : સાયબર સેલ દ્વારા કરોડોના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા

અત્યારના સમયમાં મોબાઈલ ફોન એક ખુબ જરૂરી વસ્તુ બની ગઈ છે. દિવસેને દિવસે મોબાઈલ ચોરી થવાના તેમજ ગુમ થવાના બનાવો વધી રહ્યા છે. શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં ફોનની તસ્કર ટોળી સક્રિય હોય એવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ પોલીસના સાયબર સેલ દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ પોલીસના સાયબર સેલ એ અંદાજે 4 કરોડ રૂપિયાના વિવિધ રીતે જપ્ત […]

Top Stories Gujarat
stolen phone રાજકોટ : સાયબર સેલ દ્વારા કરોડોના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા

અત્યારના સમયમાં મોબાઈલ ફોન એક ખુબ જરૂરી વસ્તુ બની ગઈ છે. દિવસેને દિવસે મોબાઈલ ચોરી થવાના તેમજ ગુમ થવાના બનાવો વધી રહ્યા છે. શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં ફોનની તસ્કર ટોળી સક્રિય હોય એવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ પોલીસના સાયબર સેલ દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.

રાજકોટ પોલીસના સાયબર સેલ એ અંદાજે 4 કરોડ રૂપિયાના વિવિધ રીતે જપ્ત કરાયેલા મોબાઈલ ફોન, એના મૂળ માલિકોને સોંપવાનું કામ કર્યું છે.

stolen mobile e1536326947750 રાજકોટ : સાયબર સેલ દ્વારા કરોડોના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા

રાજકોટ પોલીસના સાઈબર સેલ દ્વારા આજ સુધીમાં અંદાજે 4 કરોડની કિમતના મોબાઈલ મૂળ માલિકોને સોપવામાં આવ્યા છે, સાઈબર સેલ દ્વારા ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ને શોધીને મૂળ માલિકને સોપવાની કામગીર કરવામાં આવી છે.

વર્ષ 2018ના પ્રારંભ થી અત્યાર સુધીમાં 1349 કીમતી મોબાઈલ જે ચોરાયેલા હતા કે ગુમ થઇ ગયા હતા તે મોબાઈલ ને મૂળ માલિક સુધી પહોચાડવામાં આવ્યા છે, જેની કીમત અંદાજીત 1 કરોડ 76 લાખ જેટલી થાય છે.

korporativnye telefony e1536326969392 રાજકોટ : સાયબર સેલ દ્વારા કરોડોના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા

જયારે વર્ષ 2016 થી આજ સુધીમાં અંદાજીત 4 કરોડ 41 લાખની કિમતના મોબાઈલના જથ્થાને મૂળ માલિકને પરત કર્યા છે