2024 election/ ગાંધીનગરથી ચૂંટણી લડનારા અમિત શાહે 14.96 લાખના ખર્ચના હિસાબ રજૂ કર્યા

કોંગ્રેસના ઉમેદવાર  સોનલ પટેલે 9.25 લાખ ખર્ચ્યા

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 02T173657.641 ગાંધીનગરથી ચૂંટણી લડનારા અમિત શાહે 14.96 લાખના ખર્ચના હિસાબ રજૂ કર્યા

Gandhinagar News : ગુજરાતની લોકસભાની સીટો પૈકી સૌથી હાઈ પ્રોફાઈલ ગણાતી ગાંદીનગર લોકસભા સીટ પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. બીજીતરફ લોકસભાની આ ચૂંટણીમાં રૂપિયાના જોરે ઉમેદવારો ન ખરીદાય તે માટે ઉમેદવારને 95 લાખ સુધીનો ખર્ચ કરવાની છૂટ અપાઈ છે. જેમાં બીજા તબક્કામાં ભાજપના અમિત શાહે  14.96 લાખ તેમજ કોંગ્રેસના સોનલ પટેલે 9.25 લાખનો ચૂંટણી ખર્ચ જાહેર કર્યો છે. બીજીતરફ ચૂંટણી ખર્ચ જાહેર ન કરનારા બે અપક્ષ ઉમેદવારને ચૂંટણી ચંત્ર દ્વારા નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે.

બીજા તબક્કાના ઉમેદવારોને ખર્ચ રજીસ્ટર સાથે હાજર રહેવા આદેશ અપાયો છે. ગાંદીનગર જીલ્લા પંચાયત કચેરી ખાતે કર્ચ નિરીક્ષક દ્વારા ખર્ચના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. જેને પગલે અમિત શાહે અત્યારસુધીમાં 14.96 લાખ અને સોનલબેન પટેલે 9.25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાના હિસાબ રજૂ કર્યા છે.

જોકે હિસાબ રજૂ ન કરનારા બે અપક્ષ ઉમેદવાર બાગવાન બહાદૂર શાહ ગુલમહંમદ અને શાહનવાઝખાન એસ.પઠાણને નોટીસ ફટકારવામાં આવશે.

પ્રથમ તબક્કામાં સોનલબેન પટેલે 7.36 લાખ ખર્ચ રજૂ કર્યો હતો. બીજી તબક્કામાં તેમણે 1.89 લાખના ચૂંટણી હિસાબ રજૂ કર્યા હતા. આમ સોનલબેને શરઆતમાં છુટે હાથે ખર્ચ કર્યો હતો. જ્યારે અમિત શાહે પ્રથમ તબક્કામાં 1 લાખ 5 હજાર ચૂંટણી હિસાબ રજૂ કર્યો હતો. જ્યારે બીજા તબક્કામાં 13.91 લાખ ખર્ચ રજૂ કર્યો હતો. આમ ગાંધીનગર લોકસભાની સીટ માટે પ્રચારની સાથે રૂપિયા ખર્ચવામાં પણ કોંગ્રેસ ભાજપ કરતા પાછળ હોવાનું જણાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે