Not Set/ રાજ્યનાં આ ગામે આજે પણ વીજળીની છે મોટી સમસ્યા

લીંબડી તાલુકાનાં સૌકા ગામે છેલ્લા ઘણાં સમયથી વીજ (લાઈટ) ની સમસ્યા સતત બની રહી છે. દિવસમાં ઓછામાં ઓછી 15થી 20 વખત વીજળી ગુલ થઈ જાય છે.

Gujarat Others
1 360 રાજ્યનાં આ ગામે આજે પણ વીજળીની છે મોટી સમસ્યા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાનાં સૌકા ગામે છેલ્લા ઘણાં સમયથી વીજ (લાઈટ) ની સમસ્યા સતત બની રહી છે. દિવસમાં ઓછામાં ઓછી 15થી 20 વખત વીજળી ગુલ થઈ જાય છે. જ્યોતિગ્રામ યોજનામાં સમાવેશ હોવા છતાં અવાર-નવાર થતાં વીજ ફોલ્ટને કારણે દિવસમાં 4થી 5 કલાક સૌકાનાં ગ્રામજનોને વીજળી વીના રહેવું પડે છે. ઉનાળામાં તો વીજ સમસ્યા વધી જાય છે. લો-વોલ્ટેજ કારણે વીજ ઉપકરણોને પણ ભારે નુકશાન પહોંચે છે.

1 361 રાજ્યનાં આ ગામે આજે પણ વીજળીની છે મોટી સમસ્યા

ક્રાઈમ: નાવરિયા GIDC વિસ્તારનાં તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

સૌકા ગામે વસ્તડી-SSથી વીજળી આપવામાં આવે છે. વસ્તડી ફિડરમાં 10 ગામો, હાઈવેની હોટલો સહિતના વ્યવસાયનો વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. વસ્તડીથી સૌકા અંદાજે 20 કિ.મી દૂર છે. વસ્તડી-SSમાં સૌકા સૌથી છેલ્લું ગામ છે. વસ્તડી-SS નીચે આવતાં નેશનલ હાઈવે કે કોઈ ગામમાં વીજ ક્ષતિ સર્જાય એટલે સૌકા ગામની વીજળી કાપી નાંખવામાં આવે છે. અવાર-નવાર વીજ કાપ અને લો-વોલ્ટેજથી ગ્રામજનો કંટાળી ગયા છીએ. હાઈવે પર આવેલી HFM હોટલ સુધી લીંબડી શહેરનો વીજ પ્રવાહ આવે છે. HFM હોટલથી નંદનવન હોટલ સુધી 5 જેટલા વીજ પોલ ઉભા કરી સૌકા ગામની વીજ લાઈનને તેમાં જોડી દેવામાં આવે તો અમારા ગામની વીજ સમસ્યાનો હલ આવી શકે છે.

1 362 રાજ્યનાં આ ગામે આજે પણ વીજળીની છે મોટી સમસ્યા

ધરપકડ: ગોંડલ નગરપાલિકાના વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદનપત્ર આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી

સૌકા ગામે હાલ એક જ ટી.સી (ટ્રાન્સફોર્મર) છે જો બીજું ટી.સી મૂકી ગામને બે (2) વિભાગોમાં વહેંચી દેવામાં આવે તો વીજ સમસ્યા અને લો-વોલ્ટેજના પ્રશ્નનો કાયમી ઉકેલ આવી શકે છે. સૌકાના ગ્રામજનોની રજૂઆતને સત્વરે ધ્યાને લઈ યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવાની અમારી માંગ છે.

kalmukho str 7 રાજ્યનાં આ ગામે આજે પણ વીજળીની છે મોટી સમસ્યા