Not Set/ ગોંડલના જનસેવા કેન્દ્રમાં ભાજપના શહેર  પ્રમુખના બર્થ ડે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી

ગોંડલના જેલચોક વિસ્તારમાં આવેલું જનસેવા કેન્દ્ર ભાજપના નેતાઓ માટે જલ્સા કેન્દ્ર બની ગયું હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ મંત્રીના

Top Stories Gujarat
gb 4 ગોંડલના જનસેવા કેન્દ્રમાં ભાજપના શહેર  પ્રમુખના બર્થ ડે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી

વિશ્વાસ ભોજાણી, ગોંડલ @મંતવ્ય ન્યૂઝ

ગોંડલના જેલચોક વિસ્તારમાં આવેલું જનસેવા કેન્દ્ર ભાજપના નેતાઓ માટે જલ્સા કેન્દ્ર બની ગયું હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ મંત્રીના જન્મદિવસની ઉજવણી જનસેવા કેન્દ્રમાં કેક કાપીને કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોની ઐસીતૈસી કરી નાખી હતી.તેમજ ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.

gb1 ગોંડલના જનસેવા કેન્દ્રમાં ભાજપના શહેર  પ્રમુખના બર્થ ડે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી

ગોંડલ નગરપાલિકાના જેલચોકના જનસેવા કેન્દ્રમાં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને શહેર ભાજપ મંત્રી બીપીનભાઈ નિમાવતનો જન્મદિવસ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવાની સાથે દબદબાભેર ઉજવાયો હતો.જેમાં શોકબકોર સાથે કેક કપાય હતી અને ગિફ્ટો આપવામાં આવી હતી.છેલ્લા બે મહિનામાં કોરોનાથી હજારથી પણ વધુ લોકોના મોત થયા છે અને ઘરે ઘરે શોકનું વાતાવરણ છે ત્યારે ભાજપના નેતાઓએ જન્મદિવસની ઉજવણી કરી કરી છે સરકારની ગાઈડલાઇનનો ઉલાળિયો કર્યો હતો.

 

આ જલ્સા કેન્દ્રમાં જલ્સો કરતા પાલિકાના સદસ્યો અને ભાજપના હોદેદારો પણ હાજર રહ્યાં હતા.આવા જલસે જલસા કરનાર આગેવાનોને લોકો પૂછી રહ્યાં છે કે,કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ક્યાં ખોવાઈ ગયા હતા.માસ્ક ન પહેર્યા હોય એને પોલીસ હજાર – હજાર રૂપિયાના દંડ આપે છે.શું આ ભાજપની જલ્સા પાર્ટીને દંડ આપશે ? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.કોરોના સમયે લોકો ઓક્સિજન અને બેડ માટે રઝળપાટ કરી રહ્યા હતા ત્યારે ભાજપના નેતાઓ બહાર નીકળ્યા નહોતા.હવે કોરોના હળવો થતા જ નેતાઓ દેખા આપી રહ્યા છે.

 

 

sago str 5 ગોંડલના જનસેવા કેન્દ્રમાં ભાજપના શહેર  પ્રમુખના બર્થ ડે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી