Not Set/ અત્યાર સુધી દેશમાં કરવામાં આવ્યા કુલ 14,47,27,749 કોરોના ટેસ્ટ, ગઈકાલનાં 11,70,102 નમૂનાઓનો સમાવેશ

કોરોના દેશ-દૂનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. અને કોરોનાનાં વધતા સંક્રમણને ડામવા માટે સરકારની અથાગ મહેનતની સાથે સાથે અમુક અંશે શાસકોની બેજવાબદારી પણ કારણ ભૂત છે.

Top Stories India
corona recovery અત્યાર સુધી દેશમાં કરવામાં આવ્યા કુલ 14,47,27,749 કોરોના ટેસ્ટ, ગઈકાલનાં 11,70,102 નમૂનાઓનો સમાવેશ

કોરોના દેશ-દૂનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. અને કોરોનાનાં વધતા સંક્રમણને ડામવા માટે સરકારની અથાગ મહેનતની સાથે સાથે અમુક અંશે શાસકોની બેજવાબદારી પણ કારણ ભૂત છે. કોરોના સંક્રમણ મામલે અનેક હાઇકોર્ટો સહિત સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સુઓ-મોટો દાખલ કરી સરકારની પાસે જવાબો માગવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હાલ સૌથી વઘુ જરુરીયાત છે તો તે છે કોરોનાનાં ટેસ્ટ વધારવાની અને માટે જ કેન્દ્ર સરકાર સહિતની અનેક રાજ્ય સરકારો પણ કોરોનાનાં ટેસ્ટીંગ મામલે હરકરતમાં આવી છે અને તમામ રાજ્યોમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે.

More than 82,000 people have recovered from coronavirus | TheHill

corona / વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક12400થી વધુ મોત, દેશ – દુ…

જો વાત કરવામાં આવે ગઇકાલનાં કોરોના ટેસ્ટીંગનાં આંકડાની તો ભારતીય તબીબી સંશોધન પરિષદ પ્રમાણે 3 જી ડિસેમ્બર સુધીનાં(અત્યાર સુધીનાં) પરીક્ષણ કરાયેલા નમૂનાઓની કુલ સંખ્યા 14,47,27,749 છે, જેમાં ગઈકાલે 11,70,102 નમૂનાઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલનો કોરોના સંદર્ભ ભારત માટે વિતેલા 24 કલાકમાં  526 થી વધુ લોકો કોરોનાનો કોળીયો થઇ ગયા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. સાથે સાથે પાછલા 24 કલાકમાં અધધધ 36500 નવા કોરોના પોઝિટિલ કેસ પણ નોંધવામાં આવ્યા છે. દેશમાં રિકવરીમાં વધુ એક દિવસ ઉછાળો જોવામાં આવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રિકવરી કેસ 42,900 નોંધવામાં આવ્યા છે. સાથે સાથે એક્ટિવ કેસ માત્ર 4.14 લાખ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કુલ કેસનો આંક 95 લાખને પાર પહોંચી ગયો છે. અને સાથે જ કુલ રિકવરી આંક પણ હવે 90 લાખને પાર પહોંચી ગયો છે.

Corona Effect: સૌરાષ્ટ્રમાં 316 દર્દીઓ કોરોના સંક્રમિત, રાજકોટમાં 6 અને જામ…

COVID-19: Uttarakhand ranks second in the country in recovery, eighth in fatality rates- The New Indian Express

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…