Not Set/ સૌરાષ્ટ્રમાં 316 દર્દીઓ કોરોના સંક્રમિત, રાજકોટમાં 6 અને જામનગરમાં 1 નું મોત

સમગ્ર રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ રોજબરોજ કોરોનાના કેસ માં વધારો થતો રહે છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજના 300થી વધારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા

Gujarat Rajkot

સમગ્ર રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ રોજબરોજ કોરોનાના કેસ માં વધારો થતો રહે છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજના 300થી વધારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા જોવા મળી રહી છે. તેની વચ્ચે રાજકોટ અને જામનગરમાં કોરોનામા મૃત્યુ આંકની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 316 નવા કેસ નોંધાયા છે જ્યારે 271 જતિઓ સારવાર બાદ સાજા થતા રજા આપવામાં આવી છે.

All corona news for students, employees and partners - WUR

આજે રાજકોટમાં 93 નવા કેસ નોંધાયા હતા જ્યારે કા’નો દર્દીઓને રજા આપવામાં આવી હતી દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન છ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ છમાંથી માત્ર એક દર્દી જ કોરોના સંક્રમિત હોવાનું તંત્ર પાસેથી જાણવા મળ્યું છે. રાજકોટમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 11122 પર પહોંચી ગઈ છે જ્યારે ગ્રામ્ય માં નવા 48 કેસ જોવા મળ્યા છે અને કુલ આંકડો 5450 પહોંચ્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ 368 દર્દીઓ કોરોના સબબ સારવાર લઇ રહ્યા છે.

What You Need to Know About the Coronavirus Outbreak

આ ઉપરાંત જામનગરમાં શહેરમાં 28 અને ગામમાં 14 સહિત કુલ નવા 42 કેસ નોંધાયા છે. જામનગરમાં પણ કેસ ફરીથી વધી રહ્યા છે પરંતુ મૃતકોની સંખ્યામાં ઘટાડો થતાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલાનું આજે મોત થયું હતું.જામનગરની હોસ્પિટલમાં અત્યારે 147 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી સારવાર બાદ સાજા થનારા 33 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.દેવભૂમિ દ્વારકામાં વધારે ચાર કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી હોવાનું તંત્રના ચોપડે નોંધવામાં આવ્યું છે.

coronavirus quarantine: Caught in corona crossfire: How the current crisis  has vilified the C word and a Mexican beer all at once - The Economic Times

જૂનાગઢમાં પણ કોરોના કેસની સંખ્યામા આજે એટલો ઘટાડો જોવા મળી રહ્યો નથી. શહેરમાં આજે વિસાવદરમાં 4 અને કેશોદ- ભેસાણમાં 3 કેસો સહિત કુલ 23 કેસ નોંધાયા છે.જેમાંથી સારવાર લઈ રહેલા લોકોને સાજા થઇ જવાના કારણે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં 7 સહિત કુલ 9 કેસ નોંધાયા હતા જ્યારે છ દર્દીઓને સારવાર બાદ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.

Coronavirus in Germany

પોરબંદરમાં 501 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 5ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેમજ સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી સાજા થયા બાદ 5 દર્દીઓને રજા આપવામાં આવી હતી. મોરબીમાં કોરોનાની સ્થિતિ ભયજનક રીતે વધી રહી છે અને એક જ દિવસમાં 29 નવા કેસ જોવા મળ્યા છે એમાં મોરબી તાલુકાના 21 અને ગ્રામ્યમાં 7 કેસ અને વાંકાનેરમાં વધુ 5 કેસ નોંધાયા હતા. સારવાર લઇ લીધા બાદ સાજા થઇ ગયેલા બે દર્દીઓને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 15, બોટાદમાં 4 અને ભાવનગરમાં વધુ 20 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું બાંધવામાં આવ્યું છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…