joins bjp/ ક્રિકેટ બાદ રાજકારણમાં દિનેશ મોંગિયાએ કરી એન્ટ્રી, ભાજપમાં જોડાયા

દિનેશ મોંગિયા મંગળવારે ભાજપમાં જોડાયા હતા. રિપોર્ટ્સ અનુસાર, દિનેશ મોંગિયા વાસ્તવમાં પંજાબનો રહેવાસી છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની…

Top Stories India
દિનેશ

ભારતના પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાએ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દિનેશ મોંગિયા મંગળવારે ભાજપમાં જોડાયા હતા. રિપોર્ટ્સ અનુસાર, દિનેશ મોંગિયા વાસ્તવમાં પંજાબનો રહેવાસી છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

આ પણ વાંચો :રસીકરણના આઠ મહિના બાદ એન્ટીબોડીમાં 84 ટકા સુધીનો ઘટાડો,. નિષ્ણાંતોએ કરી બુસ્ટર ડોઝની ભલામણ

જો કે, આ પહેલો કિસ્સો નથી જ્યારે પૂર્વ ક્રિકેટરે રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો હોય. અગાઉ નવજોત સિંહ સિદ્ધુ અને ગૌતમ ગંભીર સફળ ક્રિકેટરોની સાથે સાથે રાજકારણમાં પણ શાનદાર ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. સાથે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેનાર હરભજન સિંહ પણ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે.

આ પણ વાંચો :કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે સોનિયા ગાંધીએ સંબોધનમાં શુ કહ્યું જાણો વિગત…..

જણાવી દઈએ કે, પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાએ ભારત માટે 57 વનડે રમી છે. મોંગિયાએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2007માં બાંગ્લાદેશ સામે રમી હતી. દિનેશ મોંગિયાએ વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે 2003 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.

આ પણ વાંચો :પંજાબમાં નવજોત સિદ્વુએ એક ઉમેદવાર જાહેર કરતા વિવાદના એંધાણ,કોંગ્રેસના સંભવિત ઉમેદવારો અસમંજસમાં..

આ પણ વાંચો :ભાજપ, પિતા-પુત્ર અને ઇટાલિયન મા-દીકરાની લિમિટેડ કંપની નથી : સાક્ષી મહારાજ

આ પણ વાંચો :ભારતમાં 24 કલાકમાં કોવિડ-19નાં 6,358 નવા કેસ નોંધાયા, 293 લોકોનાં મોત