સીમા હૈદર અને અંજુની લવસ્ટોરી વચ્ચે હવે વધુ એક લવસ્ટોરીની ચર્ચા થઈ રહી છે. સાત સમંદર પારની એક છોકરીએ ભારતીય છોકરા સાથે લગ્ન કર્યા છે. રાજસ્થાનના બિકાનેરમાં રશિયન યુવતીએ ભારતીય બોયફ્રેન્ડ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે.
કસિનિયા નામની રશિયન યુવતી આ વર્ષની શરૂઆતમાં બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ કેમ્પમાં મયંકને મળી હતી. બંને વચ્ચે મિત્રતા બંધાઈ. ટૂંક સમયમાં મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી કસિનિયા અને મયંકે પોતાનું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું. કસેનિયા મયંકને પોતાની સાથે મોસ્કો લઈ ગઈ. ત્યાં બંનેની સગાઈ થઈ ગઈ. હવે ભારત આવ્યા બાદ તેઓએ લગ્ન કરી લીધા છે.
હિંદુ રીતિ-રિવાજ મુજબ આ લગ્ન બિકાનેરના ઈસ્કોન મંદિરમાં થયા હતા. મહેંદીથી કન્યાદાન સુધીની તમામ વિધિઓ કરવામાં આવી હતી. પંડિતજીની સાથે કસિનિયા પણ મંત્રો પાઠ કર્યા હતા. સાત સમંદર પારથી આવેલા કસિનિયાએ સાત ફેરા પણ લીધા.
મયંક અને કસિનિયાએ એવા સમયે લગ્ન કર્યા જ્યારે દેશમાં બે ‘આંતરરાષ્ટ્રીય પ્રેમ કથાઓ’ની ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનની સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારત ભાગી આવી હતી. તે નોઈડામાં તેના બોયફ્રેન્ડ સચિન મીનાના ઘરે રહે છે. બીજી તરફ રાજસ્થાનના અલવરમાં રહેતી અંજુ પોતાના પરિવારને છોડીને પાકિસ્તાન ચાલી ગઈ હતી. ત્યાં તેણે તેના પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. અંજુ અને સીમા ઉપરાંત પોલેન્ડની એક મહિલા તેના પ્રેમીને મળવા ઝારખંડ આવી હતી.
આ પણ વાંચો:ડોક્ટર સાથે ઝગડ્યા તો તમારી દવા નહીં થાય….
આ પણ વાંચો:નકલી સહી કેસમાં રાઘવ ચઢ્ઢાને વિશેષાધિકાર સમિતિએ મોકલી નોટિસ, AAP નેતાએ ભાજપ ફેંક્યો પડકાર્યો
આ પણ વાંચો:દિલ્હી સર્વિસ બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિની મંજૂરી, ભારત સરકારનું જાહેરનામું બહાર