Not Set/ ઈંગ્લેંડમાં થયેલા કારમા પરાજય બાદ ટીમ ઇન્ડિયા કોચ શાસ્ત્રી પર ઉઠ્યા સવાલો

નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ૧-૪થી પરાજય થયો છે, ત્યારે ટીમના પ્રદર્શનને લઇ ખુબ આલોચનાઓ થઇ રહી છે. આ મામલે કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી પર સવાલો ઉભા થયા છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર તેમજ ક્રિકેટના નિષ્ણાંતો દ્વારા રવિ શાસ્ત્રીના એ નિવેદન પર સવાલો […]

Trending Sports
ravi shastri pic ઈંગ્લેંડમાં થયેલા કારમા પરાજય બાદ ટીમ ઇન્ડિયા કોચ શાસ્ત્રી પર ઉઠ્યા સવાલો

નવી દિલ્હી,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ૧-૪થી પરાજય થયો છે, ત્યારે ટીમના પ્રદર્શનને લઇ ખુબ આલોચનાઓ થઇ રહી છે. આ મામલે કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી પર સવાલો ઉભા થયા છે.

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર તેમજ ક્રિકેટના નિષ્ણાંતો દ્વારા રવિ શાસ્ત્રીના એ નિવેદન પર સવાલો ઉઠાવતા જયારે તેઓએ કહ્યું હતું કે, “વર્તમાન ભારતીય ટીમ છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષમાં સૌથી બેસ્ટ ટીમ છે”.

thequint2F2015 062F046074b1 ce28 428b 8c76 6ff412af17bd2Fshastri.00 00 20 14.Still003 ઈંગ્લેંડમાં થયેલા કારમા પરાજય બાદ ટીમ ઇન્ડિયા કોચ શાસ્ત્રી પર ઉઠ્યા સવાલો
sports-team-india-lost-test-series-england-coach-ravi-shastri-raise question

પોતાના પ્રચારમાં જ ફસાઈ જવું એ પોતાની હાર છે

આ વચ્ચે ક્રિકઇન્ફોના એડિટર સંબિત બલે કહ્યું છે કે, “પોતાના પર ભરોષો કરવો એ સારી વાત છે, પરંતુ પોતાના પ્રચારમાં જ ફસાઈ જવું એ પોતાની હાર છે”.

ક્રિકેટ કોમેંટેટર હર્ષા ભોગલે એ જણાવ્યું, “ભારત પાસે મૌકો આવ્યા અને ટીમે પ્રદર્શન પણ સારું કર્યું, પરંતુ સ્કોર ૪-૧થી ઈંગ્લેંડના પક્ષમાં રહ્યો. ભારતીય ટીમ દ્વારા એટલું સારું પ્રદર્શન કરવામાં આવ્યું નહતી જે યજમાન ટીમે કર્યું છે. વિદેશમાં ભારતની સતત બીજી હાર છે.

રવિ શાસ્ત્રી છે અપરિપક્વ : સૌરવ ગાંગુલી

Shastri Ganguly ઈંગ્લેંડમાં થયેલા કારમા પરાજય બાદ ટીમ ઇન્ડિયા કોચ શાસ્ત્રી પર ઉઠ્યા સવાલો
sports-team-india-lost-test-series-england-coach-ravi-shastri-raise question

બીજી બાજુ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિ શાસ્ત્રીને અપરિપક્વ ગણાવ્યા છે. ગાંગુલીએ જણાવ્યું, “આ પ્રકારે વાતો કરવી એ સારી બાબત નથી. આ માત્ર તેઓની અપરિપક્વતા દર્શાવે છે. તેઓ ક્યારે શું કરશે ? આ કોઈને પણ ખબર હોતી નથી”.

શાસ્ત્રીએ ખરાબ પ્રદર્શન બાદ ટીમની કરી હતી પ્રશંસા

મહત્વનું છે કે, ઓવલમાં રમાયેલી સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “અમારી ટીમની કોશિશ પ્રવાસમાં સારું રમવું, પડકારોનો સામનો કરવો અને જીતવું છે.

“મને યાદ નથી આવતું કે, છેલ્લા ૧૫ – ૨૦ વર્ષોમાં કોઈ બીજી ભારતીય ટીમ દ્વારા આટલા ઓછા સમયમાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું છે અને આ દરમિયાન ટીમમાં કોઈ મહાન ખેલાડીઓ પણ નથી”.