Not Set/ ICC World Cup : શિખર ધવન ટૂર્નામેન્ટથી આઉટ, ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના

વિશ્વકપની બે મેચોમાં જીત મેળવી ભારતીય ટીમનું મનોબળ મજબૂત બન્યુ છે, તો બીજી તરફ ટીમનાં ઓપનર શિખર ધવનનાં ડાભા હાથનાં અંગૂઠામાં ઈજા પહોચવાનાં કારણે ભારતને બહુ મોટો ફટકો પણ પડ્યો છે. ત્યારે હવે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનાં વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ રવાના થઇ ગયા છે. જો કે શિખર ધવન ઈંગ્લેન્ડમાં બીસીસીઆઇની […]

Top Stories Sports
BBW0PsJ ICC World Cup : શિખર ધવન ટૂર્નામેન્ટથી આઉટ, ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના

વિશ્વકપની બે મેચોમાં જીત મેળવી ભારતીય ટીમનું મનોબળ મજબૂત બન્યુ છે, તો બીજી તરફ ટીમનાં ઓપનર શિખર ધવનનાં ડાભા હાથનાં અંગૂઠામાં ઈજા પહોચવાનાં કારણે ભારતને બહુ મોટો ફટકો પણ પડ્યો છે. ત્યારે હવે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનાં વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ રવાના થઇ ગયા છે. જો કે શિખર ધવન ઈંગ્લેન્ડમાં બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખમાં જ રહેશે. શિખર ધવનને ઈજા પહોચતા સમાચાર મળી રહ્યા હતા કે બીસીસીઆઇ ભારતથી ઋષભ પંતને શિખરનાં વિકલ્પ તરીકે બોલાવી શકે છે.

pant needs to stop copying msd amp just be himself 1400x653 ICC World Cup : શિખર ધવન ટૂર્નામેન્ટથી આઉટ, ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામોક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

ગુરુવારે ટીમ ઈંન્ડિયાની મેચ ન્યૂઝીલેન્ડ સામે છે, તે પહેલા ઋષભ પંત ટીમનો હિસ્સો બની ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવા બુધવારે ઉતરી શકે છે. આ પહેલા ઋષભ પંતને વિશ્વકપની ટીમ માટે પસંદગી ન થવા ચર્ચાનો વિષય બન્યો હતો. તે છેલ્લા એક વર્ષથી શાનદારથી ફોર્મમાં ચાલી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર પંત ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ મેચછી એક દિવસ પહેલા પહેચશે, પરંતુ જ્યા સુધી ટીમ મેનેજમેન્ટ ધવનની આવનારી મેચને લઇને ઉપલબ્ધતા પર નિર્ણય નથી કરતુ ત્યા સુધી ઋષભ પંતને તેના બદલે 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરી શકાય તેમ નથી.

787233 shikhar dhawan and rishabh pant ICC World Cup : શિખર ધવન ટૂર્નામેન્ટથી આઉટ, ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામોક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

ઋષભ પંતે ટીમ ઈંન્ડિયા તરફથી અત્યાર સુધી 5 વન ડે રમી છે. ગત આઇપીએલમાં તેણે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 37.53ની એવરેજ 488 રન બનાવ્યા છે. જેમા તેના ત્રણ અર્ધસતકનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 162.66નો રહ્યો છે. ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તોફાની ઈંનિગ્સ રમતા સમયે ધવનનાં અંગૂઠામાં ઈજા પહોચી ગઇ હતી, જે સ્કેન કર્યા બાદ માલૂમ પડ્યુ કે તેને અંગૂઠામાં ફ્રેક્ચર છે. અને આ કારણે તે ત્રણ અઠવાડિયા સુધી ટીમની બહાર રહેશે. બીસીસીઆઈએ કહ્યું કે, ધવન આ સમયે મેડિકલ ટીમની દેખરેખમાં છે. ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે, ધવન ઈંગ્લેન્ડમાં જ રહેશે અને તેમની ઈજા પર નજર રાખવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.