Not Set/ લંડનના ક્રિકેટ મેદાન બહાર ભેળ વેચતો આ અંગ્રેજ ફેરિયો કોણ છે?અમિતાભે પણ ટ્વીટર પર શેર કર્યો છે વીડીયો

રવિવારે લંડનનાં ઓવેલ ક્રેકિટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચ દરમિયાન એક અંગ્રેજે સૌ કોઇનું દિલ જીતી લીધું હતું. આ અંગ્રેજ મેદાનની બહાર ભારતની ચટાકેદાર વાનગી ભેળ વેચતો નજરે પડ્યો હતો. ભેળ વેચતા આ અંગ્રેજનો વીડીયો વાઇરલ થતાં સૌ કોઇને એ જાણવાની ઇંતજારી હતી કે આ અગ્રેજ કોણ છે? આ અંગ્રેજ વ્યક્તિએ કોલકાતામાંથી જાલ મુરી બનાવવાનું […]

Top Stories Sports
maxresdefault 13 લંડનના ક્રિકેટ મેદાન બહાર ભેળ વેચતો આ અંગ્રેજ ફેરિયો કોણ છે?અમિતાભે પણ ટ્વીટર પર શેર કર્યો છે વીડીયો

રવિવારે લંડનનાં ઓવેલ ક્રેકિટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચ દરમિયાન એક અંગ્રેજે સૌ કોઇનું દિલ જીતી લીધું હતું. આ અંગ્રેજ મેદાનની બહાર ભારતની ચટાકેદાર વાનગી ભેળ વેચતો નજરે પડ્યો હતો. ભેળ વેચતા આ અંગ્રેજનો વીડીયો વાઇરલ થતાં સૌ કોઇને એ જાણવાની ઇંતજારી હતી કે આ અગ્રેજ કોણ છે? આ અંગ્રેજ વ્યક્તિએ કોલકાતામાંથી જાલ મુરી બનાવવાનું શીખ્યું છે. હવે તે આ જ ખાસ સ્ટ્રીટ ફૂડને લંડનમાં વેચીને કમાણી કરી રહ્યો છે.

angus denoon and jhalmuri express van 1 લંડનના ક્રિકેટ મેદાન બહાર ભેળ વેચતો આ અંગ્રેજ ફેરિયો કોણ છે?અમિતાભે પણ ટ્વીટર પર શેર કર્યો છે વીડીયો

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામોક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

જણાવી દઈએ કે આ એક બ્રિટિશ શેફ છે. તેનું નામ અંગુસ ડેનૂન છે. અંગૂસ લાંબા સમય સુધી કોલકાતામાં રહી ચૂક્યા છે. અહીંથી જ તેમણે જાલ મુરી બનાવવાની રીત શીખી હતી. આપને જણાવી દઇએ કે, કોલકત્તામાં ભેળને જાલ મુરી કહે છે. અંગુસ ડેનૂન વિશ્વકપ 2019માં મેચ દરમિયાન ભારતીય ફેન્સને જાલ મુરી વેચી રહ્યા હતા. અંગુસ કહે છે કે ભારતથી બ્રિટન પાછા આવીને તેમને લાગ્યું કે તેઓ જાલ મુરી વેચી શકે છે. કારણ કે તેમાં કોઈપણ પ્રકારનું કૂકિંગ હોતું નથી. અંગુસે પોતાના સ્ટોરનું નામ પણ The Everybody Love Love Jhalmuri Express રાખ્યું છે. અંગુસ લંડનની ગલીઓનાં કોર્નર પર ઊભા રહીને જાલ મુરી વેચે છે, જેને ભારતીયો સિવાય અંગ્રેજો પણ હોંશે હોશે માણે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામોક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

અંગુસ એકદમ ટીપીકલ ભૈયા સ્ટાઇલથી ભેળ બનાવે છે, જેમાં ચટાકેદાર મસાલાથી લઇને ચણાજોર ગરમ અને લીંબુ-ચટણીનો ભરપુર રસ હોય છે. અંગુસની ભેળ બનાવવાની રીત પર ભારતીયો એટલા આફરીન થયા છે કે તેનો વીડીયો હજારો ટ્વીટર એકાઉન્ટ પર શેર થયો છે. ત્યાં સુધી કે સુપર સ્ટાર અમિતાભે પણ તેમના ટ્વીટર એકાઉન્ટ પર અંગુસનો ભેળ બનાવતો વીડીયો શેર કર્યો છે. અગુંસની ભેળ બનાવવાની રીતને જોઇ તમને એક સમયે લાગશે કે આ કોઇ ભારતીય દ્વારા બનાવવામાં આવી રહ્યુ છે. તે જ સ્ટાઇલ અને તે જ મસાલા સાથે અંગુસ લંડનની ગલીઓનાં કોર્નર પર ઉભા રહી જાય છે. તેમની બનાવેલી ભેળ ખાવા અને તેને બનાવતી જોવા પણ ભીડ તેમની આસપાસ ભેગી થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.