Not Set/ દેશમાં કોરોનાનાં કેસનો આંક 85 લાખને પાર

ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, COVID-19 નાં 45,674 કેસ નોંધાયા છે જ્યારે નવા કેસોની સંખ્યા શનિવારે 50,356 હતી.

Top Stories
sss 55 દેશમાં કોરોનાનાં કેસનો આંક 85 લાખને પાર

ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, COVID-19 નાં 45,674 કેસ નોંધાયા છે જ્યારે નવા કેસોની સંખ્યા શનિવારે 50,356 હતી.

આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,674 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 85,07,754 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસને કારણે 559 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 1,26,121 લોકોએ જીવ ગુમાવ્યો છે.

માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઠીક થતા દર્દીઓની ખ્યા 49,082 હતી. નવીનતમ આંકડાઓમાં, નવા દર્દીઓની સંખ્યામાં તંદુરસ્ત દર્દીઓની સંખ્યા વધુ છે. આ વલણ છેલ્લા ઘણા દિવસોથી ચાલુ છે. આ સાથે, કોરોનાવાયરસનાં સક્રિય કિસ્સાઓમાં પણ ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 78,68,968 દર્દીઓ ઠીક થયા છે જ્યારે કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5,12,665 પર આવી છે.