Gujarat Assembly Election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ PM મોદીની પહેલી રેલી, આજે 522 દીકરીઓના પિતાની જવાબદારી પણ નિભાવશે

ગુજરાતમાં ભાજપે સતત છ વિધાનસભા ચૂંટણી જીતી છે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ભાજપને પડકાર આપી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
વિધાનસભા ચૂંટણી

ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપના દિગ્ગજોએ પુરી તાકાત લગાવી દીધી છે. પીએમ મોદી અને અમિત શાહ છેલ્લા એક વર્ષથી સતત ગુજરાત રાજ્યની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વલસાડ જિલ્લાના કપરાડા ગામમાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોએ હવે સત્તા સંભાળી લીધી છે. ગુજરાતમાં નફરત ફેલાવનારાઓને ક્યારેય પસંદ કરવામાં આવ્યા નથી. કેટલાક લોકો ગુજરાતને બદનામ કરવા આવ્યા છે. ગુજરાતની જનતા એ લોકોને પાઠ ભણાવશે. વિધાનસભા ચૂંટણી ની જાહેરાત બાદ પીએમની આ પ્રથમ જાહેર સભા છે. અહીંના લોકોને અપીલ કર્યા બાદ તેઓ ભાવનગરમાં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે.

ભાવનગરમાં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે

કપરાડામાં રેલી બાદ પીએમ નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચશે. અહીં તેઓ સાંજે ‘પીએમ પાપા કી પરી’ નામના સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. આ સમારોહમાં 522 એવી દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે જેમના માથા પર પિતાનો પડછાયો નથી.

1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં ભાજપે સતત છ વિધાનસભા ચૂંટણી જીતી છે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ભાજપને પડકાર આપી રહી છે.

આ પણ વાંચો:સાઉથની સામે શા માટે બોલિવૂડની ફિલ્મો નથી ટકી શકતી, ‘કાંતારા’ના અભિનેતાએ કહ્યું સાચું કારણ

આ પણ વાંચો:આલિયા ભટ્ટ બની માતા, કપૂર પરિવારમાં લક્ષ્મીનો થયો જન્મ

આ પણ વાંચો: ગધેડીના દૂધમાં છુપાયેલું હતું રાણીઓની સુંદરતાનું રહસ્ય, આજના સમયમાં ડંકી મિલ્કના ભાવ જાણીને રહી જશો દંગ