ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. તમામ પક્ષો પહેલા કરતા વધુ સક્રિય મોડમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ (EC) એ રાજ્યની તમામ બેંકોને જવાબદારી સોંપી છે. ECએ તેમને ખાતાઓમાં 10 લાખ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, બેંકોને ઉમેદવારો દ્વારા ખોલવામાં આવેલા ખાતામાં રૂ. 1 લાખથી વધુના વ્યવહારોની જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ ઉમેદવાર પ્રચાર દરમિયાન 40 લાખ રૂપિયાથી વધુની રકમ ખર્ચી શકે નહીં અને તેના માટે તેણે અલગ ખાતું ખોલાવવું પડશે. રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રૂ. 10,000 થી ઉપરના તમામ વ્યવહારો ચેક, RTGS (રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) અથવા ડ્રાફ્ટ દ્વારા થવા જોઈએ.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની ઓફિસના એકાઉન્ટ્સ ઓફિસર સહદેવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ દિશાનિર્દેશોથી વાકેફ કરવા માટે, ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં ખર્ચ મોનિટરિંગ સેલના નોડલ અધિકારીઓએ છેલ્લા બે મહિનામાં બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સોલંકીએ જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, અમે બેંકોને સૂચનાઓ આપવા માટે થોડા દિવસો પહેલા તમામ જિલ્લા નોડલ અધિકારીઓને પત્ર લખ્યો છે. આ એક પ્રમાણભૂત પ્રથા છે જે દરેક ચૂંટણીમાં અનુસરવામાં આવે છે.
CEOની ઓફિસમાંથી પત્ર મળ્યા બાદ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ઓમ પ્રકાશ, જેમની અહીં નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે, તેમણે શનિવારે એક બેઠક બોલાવી હતી અને જિલ્લાની તમામ RBI-રજિસ્ટર્ડ બેંકોને જરૂરી સૂચનાઓ આપી હતી. “મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે, અમે બેંકોને તમામ વ્યવહારો પર નજીકથી નજર રાખવા અને રૂ. 10 લાખ કે તેથી વધુના શંકાસ્પદ વ્યવહારોની જાણ કરવા કહ્યું છે,” તેમણે કહ્યું- આ તમામ ખાતાઓને લાગુ પડે છે.
આ પણ વાંચો:સાઉથની સામે શા માટે બોલિવૂડની ફિલ્મો નથી ટકી શકતી, ‘કાંતારા’ના અભિનેતાએ કહ્યું સાચું કારણ
આ પણ વાંચો:આલિયા ભટ્ટ બની માતા, કપૂર પરિવારમાં લક્ષ્મીનો થયો જન્મ
આ પણ વાંચો: ગધેડીના દૂધમાં છુપાયેલું હતું રાણીઓની સુંદરતાનું રહસ્ય, આજના સમયમાં ડંકી મિલ્કના ભાવ જાણીને રહી જશો દંગ