ગુજરાત/ રાજ્યનાં આ ગામને વેક્સિનનાં પુરા ડોઝ ન મળતા સરપંચ દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકાયું

ગણતરીની કલાકોમાં જ આરોગ્ય તંત્ર દોડયું વેક્સિન પૂરી પાડવાની ખાતરી આપી સરપંચને પારણા કરાવ્યા……..

Gujarat Others

@વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ

ગોંડલ તાલુકાનાં અનિડા ભાલોડી ગામે છેલ્લા કેટલાક દિવસથી પૂરતા પ્રમાણમાં વેકસીનનો જથ્થો આવતો ન હોય ગ્રામજનો ને પારાવાર યાત્રા નો સામનો કરવો પડતો હોય તંત્રની સામે રોષે ભરાઈ ગામના સરપંચ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું બપોર બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવી વેકેશન પૂરું પાડવાની ખાતરી આપી સરપંચને પારણા કરાવતાં ઘીના ઠામમાં ઘી પડ્યું હતું.

અનિડા ભાલોડી ના સરપંચ સામતભાઈ બાંભવા એ જણાવ્યું હતું કે વેક્સિનેશન માટે અનિડા ભાલોડીના આગેવાનો અને ગ્રામજનો અને ખૂબ મહેનત કરેલ છે કોરોનાની સામે પણ તકેદારી રાખવામાં આવી રહી છે, વેક્સિનેશન લગાવવા માટે રોજિંદા વ્યાપક પ્રમાણમાં ગ્રામજનો લાઈનમાં ઉભા રહે છે પરંતુ પૂરતા પ્રમાણમાં વેક્સિન મળતી ન હોય લોકોને પારાવાર યાતનાઓ નો સામનો કરવો પડતો હોય અનેકવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતાં તેઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેને સંપૂર્ણ ગ્રામજનો સાથ સહકાર મળી રહ્યો છે તેઓએ વધુમાં જણાવ્યું હતું.

ચમત્કાર વિનાં નમસ્કાર નહીં:સરપંચે સત્યાગ્રહ કર્યો ને તંત્ર દોડતું થયું

ગોંડલ શહેર બાદ બેકાબુ કોરોના એ ગ્રામ્ય વિસ્તારોમાં ભરડો લીધો છે. સરકારી તંત્ર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ ની ગુલબાંગો વચ્ચે તાલુકાનાં અનિડા ગામે લોકોને વેક્સીન આપવાં અંગે આરોગ્ય તંત્ર પાંગળુ સાબીત થતાં ગિન્નાઇ ઉઠેલાં સરપંચ સામતભાઇ બાંભવા એ તાકીદ ની રજુઆતો કરવાં છતાં રસીકરણ અંગે યોગ્ય કાયઁ વાહી નહીં થતાં સરપંચ સામતભાઇ બાંભવા દ્વારા ઉપવાસ આંદોલન શરું કરાતાં નમાલું તંત્ર દોડતું થયું હતું અને તાલુકા વિકાસ અધિકારી અનિડા દોડી જઇ બ્લોક હેલ્થ ઓફીસર ડો. ગોયલ સાથે વાતચીત કરતાં બપોર બાદ વેકસીન શરું કરાશે તેવી ખાત્રી અપાતાં સરપંચ દ્વારા સંતોષ વ્યક્ત કરાતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પારણાં કરાયાં હતાં.