Not Set/ ડોલર સામે રૂપિયો 73.34 પર પહોંચ્યો,ઓલ ટાઇમ નીચા સ્તરે

અમદાવાદ, ડોલરની સામે રૂપિયાની હાલત સતત ખરાબ થઇ રહી છે.મંગળવારે બજાર બંધ થયા પછી બુધવારે ડોલરની સામે રૂપિયો સૌથી નીચી સપાટી પર પહોંચ્યો હતો.ડોલર સામે રૂપિયાનું મુલ્ય 73.34 સુધી પહોંચ્યું હતું જે આજ દિન સુધીમાં સૌથી નીચલું સ્તર છે.બીજી રીતે કહીએ તો રૂપિયો પહેલીવાર 73 ને પાર ગયો છે.એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી તરીકે […]

Top Stories
dollar rupee ડોલર સામે રૂપિયો 73.34 પર પહોંચ્યો,ઓલ ટાઇમ નીચા સ્તરે

અમદાવાદ,

ડોલરની સામે રૂપિયાની હાલત સતત ખરાબ થઇ રહી છે.મંગળવારે બજાર બંધ થયા પછી બુધવારે ડોલરની સામે રૂપિયો સૌથી નીચી સપાટી પર પહોંચ્યો હતો.ડોલર સામે રૂપિયાનું મુલ્ય 73.34 સુધી પહોંચ્યું હતું જે આજ દિન સુધીમાં સૌથી નીચલું સ્તર છે.બીજી રીતે કહીએ તો રૂપિયો પહેલીવાર 73 ને પાર ગયો છે.એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી તરીકે હવે રૂપિયો ટોપ પર છે.

રૂપિયાની આવી ખરાબ હાલત થવા પાછળનું કારણ ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની વધતી કિંમતોને માનવામાં આવે છે.ઇરાન પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા પછી પણ રૂપિયો ગગડતો ચાલ્યો છે.

વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ટ્રેડ વોર સહિતની ઘટનાઓને કારણે અનેક દેશોનાં ચલણની સાથે સાથે રૂપિયો પણ તૂટ્યો છે. 2018માં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો 13.04 ટકા તૂટ્યો છે અને છેલ્લા ત્રણ મહિનામાં 6.20 ટકા જ્યારે એક મહિનામાં 3.4 ટકા તૂટ્યો છે

રૂપિયો ગગડવાની સાથે ભારતના માર્કેટ પર પણ આની સીધી અસર જોવા મળી રહી છે.બુધવારે સવારે શેરબજારમાં સેન્સેક્સ પણ 200 પોઇન્ટ નીચે ઉતરી ગયો હતો,જ્યારે નીફ્ટીમાં પણ 61 પોઇન્ટની ગીરાવટ આવી છે.

રૂપિયો નીચો આવવાને કારણે વિદેશથી આવી રહેલી વસ્તુઓ પણ મોંઘી થઇ રહી છે.